દુ:ખદ સમાચાર; રાજકોટમાં ગુમ થયેલી બાળકીની લાશ મળી, દુષ્કર્મ બાદ પથ્થરોથી માથું છૂંદી હત્યાની આશંકા

રાજકોટ શહેરના લક્ષ્મીનગર શેરી નંબર 2 માંથી ગઈકાલે રાત્રીના 8.30 વાગ્યા આસપાસ શેરીમાં એક 8 વર્ષની બાળકી રમતી હતી અને અચાનક ગુમ થઇ જતા આખી રાત પરિવારજનોએ શોધખોળ હાથ ધરી હતી.

 દુ:ખદ સમાચાર; રાજકોટમાં ગુમ થયેલી બાળકીની લાશ મળી, દુષ્કર્મ બાદ પથ્થરોથી માથું છૂંદી હત્યાની આશંકા

ગૌરવ દવે/રાજકોટ: શહેરના લક્ષ્મીનગર વિસ્તારમાંથી ગઈકાલે ગમ થયેલ 8 વર્ષની બાળકીની પત્થરોના ઘા ઝીંકી હત્યા કરાયેલ હાલતમાં લાશ મળી આવી છે. શહેરના ભક્તિનગર રેલ્વે સ્ટેશન પાસે આવેલ જાળી જાખડ જેવા વિસ્તારમાંથી બાળકીની હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવી છે. હાલ પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહીત ટિમો ઘટના સ્થળે દોડી જઇ તપાસ શરૂ કરી છે. જેમાં ડોગ સ્ક્વોડ અને FSL ની મદદ મેળવી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

રાજકોટ શહેરના લક્ષ્મીનગર શેરી નંબર 2 માંથી ગઈકાલે રાત્રીના 8.30 વાગ્યા આસપાસ શેરીમાં એક 8 વર્ષની બાળકી રમતી હતી અને અચાનક ગુમ થઇ જતા આખી રાત પરિવારજનોએ શોધખોળ હાથ ધરી હતી. આ સાથે પરિવારજનોએ બનાવ અંગે માલવિયાનગર પોલીસને જાણ કરતા પોલીસે અપહરણની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન આજ રોજ રાજકોટના ભક્તિનગર સ્ટેશન નજીક જાળી જાખડ વચ્ચે એક બાળકીની લાશ હોવાની માહિતી મળતા પોલીસે ગઈકાલે ગૂમ થયેલ બાળકીના પિતાને જાણ કરતા પિતાએ બાળકીની લાશ તેની જ દીકરીની હોવાનું કહી લાશ ઓળખી બતાવી હતી.   

બાળકીની હત્યા કરાયેલ હાલતમાં લાશ મળી આવતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ સાથે સ્થાનિક પોલીસ ઘટના સ્થળે દોડી ગઇ હતી. પોલીસે બનાવ સ્થલર ડોગ સ્ક્વોડ તેમજ FSLની મદદ લઇ આગળની તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે બાળકી જ્યાં રમતી હતી તે લક્ષ્મીનગર વિસ્તારથી માત્ર બે શેરી આગળ જ ભક્તિનગર રેલવે સ્ટેશન વિસ્તાર આવે છે અને ત્યાં રેલવેની અવાવરું જગ્યા છે જ્યાં જાળી જાખડ વચ્ચે લાશ મળી આવતા પોલીસે અલગ અલગ દિશામાં તપાસ હાથ ધરી છે. 

રાજકોટ શહેરના ડીસીપી ઝોન 2 સુધીરકુમાર દેસાઈએ જણાવ્યું હતું કે, ગઈકાલે એક બાળકી ગુમ થયાની ફરિયાદ મળી હતી આ પછી આજે ભક્તિનગર રેલવે સ્ટેશન નજીક લાશ મળી આવતા બાળકીના પિતાને બોલાવી લાશની ઓળખ મેળવવામાં આવી છે. આજે મળેલ લાશ ગઈકાલે ગુમ થયેલ 8 વર્ષની બાળકીની જ છે અને તેનું માથું છૂંદી હત્યા નિપજાવવામાં આવી છે માટે હત્યાનો ગુનો નોંધી ફોરેન્સિક પોસમોર્ટમ કરાવી FSL અને ડોગ સ્ક્વોડની મદદ મેળવી આગળની તપાસ શરૂ કરવામાં આવી છે. 

ગઇકાલે રાત્રીના સમયે થયેલ અપહરણ બાદ આજે જાળી જાખડ વિસ્તારામાથી બાળકીની લાશ મળી આવતા બાળકી સાથે દુષ્કર્મ થયું હોવાની પણ શક્યતા નકારી શકાય તેમ નથી માટે પોલીસ દ્વારા આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ તેમજ મૃતદેહનું ફોરેન્સિક પોસમોર્ટમ કરાવી ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news