ગાંધી જયંતી પર મીડિયા સાથેની વાતચીતમાં ધારાસભ્ય લલિત વસોયાની જીપ લપસી

ગઈકાલે મહાત્મા ગાંધીજી (gandhi jayanti)ની 150 (Gandhi 150) મી જન્મજયંતી સમગ્ર દેશમાં ધામધૂમથી ઉજવાઈ હતી. અનેક કાર્યક્રમો, અભિયાન દ્વારા મહાત્મા ગાંધીજી અને તેમના વિચારોને યાદ કરાયા હતા. અનેક નેતાઓએ વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી હતી. આ વચ્ચે ધોરાજી (Dhoraji) ના ધારાસભ્ય લલિત વસોયા (Vasoya) નો વીડિયો સોશિયલ (Viral Video) મીડિયામાં વાયરલ થયો છે. જેમાં તેમણે મહાત્મા ગાંધીજી (Mahatma gandhi)ને લઈને મોટો ભાંગરો વાટ્યો છે. 
ગાંધી જયંતી પર મીડિયા સાથેની વાતચીતમાં ધારાસભ્ય લલિત વસોયાની જીપ લપસી

દિનેશચંદ્ર વાડીયા/રાજકોટ :ગઈકાલે મહાત્મા ગાંધીજી (gandhi jayanti)ની 150 (Gandhi 150) મી જન્મજયંતી સમગ્ર દેશમાં ધામધૂમથી ઉજવાઈ હતી. અનેક કાર્યક્રમો, અભિયાન દ્વારા મહાત્મા ગાંધીજી અને તેમના વિચારોને યાદ કરાયા હતા. અનેક નેતાઓએ વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી હતી. આ વચ્ચે ધોરાજી (Dhoraji) ના ધારાસભ્ય લલિત વસોયા (Vasoya) નો વીડિયો સોશિયલ (Viral Video) મીડિયામાં વાયરલ થયો છે. જેમાં તેમણે મહાત્મા ગાંધીજી (Mahatma gandhi)ને લઈને મોટો ભાંગરો વાટ્યો છે. 

જામનગર : સળગતા કપાસીયા પર ખુલ્લા પગે ગરબે ઘૂમે છે આ મંડળના યુવકો

લલિત વસોયા મીડિયા સાથે વાત કરી રહ્યા હતા ત્યારે તેઓની જીપ લપસી હતી. તેમણે ગાંધીજીની જન્મ જ્યંતીને ગાંધીજીની પુણ્યતિથિ ગણાવી હતી. વસોયાએ કહ્યું હતું કે, ‘આજે ગુજરાત કોંગ્રેસ દ્વારા ગાંધીજીની 150મી પુણ્યતિથિ નિમિત્તે...’ કહી ભાંગરો વાટ્યો હતો. ધારાસભ્ય હોવા છતાં એમને એ ખબર નથી કે આ કાર્યક્રમ જન્મજયંતીનો છે કે પુણ્યતિથિનો છે. 

આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જેમાં લોકો લલિત વસોયાની આ ભૂલની હાંસી ઉડાવી રહ્યાં છે. 

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news