લલિત વસોયા News

હાર્દિક પટેલ જાય તેલ લેવા... જાણો કયા ધારાસભ્યએ આવુ કહીને ચોંકાવ્યા, જુઓ વીડિયો
Jul 22,2022, 12:37 PM IST
મુખ્યમંત્રીના હોમટાઉનમાં કોરોનાના મોતના આંકડા પર ઢાંકપિછોડો કરાયો
રાજકોટ શહેર અને જિલ્લામાં કોરોનાનું સંક્રમણ અને મૃત્યુ આંક વધતા જતા વધુ એક વિવાદ સામે આવ્યો છે. રાજકોટ શહેર અને જિલ્લા ની આરોગ્ય વિભાગ દ્વારા કોરોનાથી થતા મૃત્યુ આંક અખબારી યાદીમાં જાહેર કરવા બંધ કરી દીધું છે. છેલ્લા બે દિવસથી આરોગ્ય વિભાગ દ્વારા જે અખબારી યાદી જાહેર કરવામા આવે તેમાં માત્ર કોરોના પોઝિટિવ કેસની યાદી જ આપવામાં આવે છે અને મૃત્યુ આંક જાહેર કરવાનું બંધ કરવામાં આવ્યું છે. થોડા દિવસ પૂર્વે રાજકોટ મનપાએ જાહેર કરેલ મોતના આંકડા રાજ્ય સરકારની અખબારી યાદીમાં 3 દિવસ બાદ અપડેટ થયા હતા, જેને લઇ મીડિયામાં અહેવાલ પ્રસારિત કરાયો હતો અને મૃત્યુ આંક છુપાવવામાં આવતો હોવાની આશંકા વ્યક્ત કરાઇ રહી છે. 
Jul 10,2020, 11:13 AM IST
ઊમેટાના ફાર્મમાં એકઠા થયેલા કોંગ્રેસના ધારાસભ્યો પર નજર રાખવા IBના જવાનો મૂકાયા
રાજ્યસભા ચૂંટણી (Rajyasabha Election) ને લઈ કોંગ્રેસ ચિંતિત બની છે. તેથી મધ્ય ઝોનના પોતાના ધારાસભ્યોને કોંગ્રેસે ઉમેટાના રિસોર્ટમાં ભેગા કર્યાં છે. ઉમેટાના એરિસ ફાર્મમાં કોંગ્રેસના ધારાસભ્યોને ભેગા કરવામાં આવ્યા છે. 8 ધારાસભ્યો ગુમાવ્યા બાદ હવે કોંગ્રેસ પોતાના ધારાસભ્યો હવે તૂટે ના તેનું ધ્યાન રાખી રહી છે. કોંગ્રેસના ધારાસભ્યો એરિસ રિસોર્ટના 35 નંબરના બંગલામાં રોકાયા છે. દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકીએ તમામ ધારાસભ્યોને સલામત સ્થળે રોક્યા છે. ભરતસિંહ સોલંકીને તમામ ધારાસભ્યોની જવાબદારી સોંપાઈ છે. અહીં રાજ્યસભાની ચૂંટણી પહેલા ધારાસભ્યોને તૂટતાં બચાવવા કોંગ્રેસ રણનીતિ કરી રહી છે. 
Jun 6,2020, 14:13 PM IST
સુરત: લોકડાઉનમાં લોકોની મદદે આવ્યાં લલિત વસોયા, 21 બસના ભાડા ચૂકવ્યા
ધોરાજી-ઉપલેટાના ધારાસભ્ય લલિત વસોયા લોકડાઉનમાં હેરાન પરેશાન થતા લોકોની વ્હારે આવ્યાં. તેમણે પોતાના મતદાતાઓને વતન જવા માટે બસની વ્યવસ્થા કરી આપી. ઓનલાઈન ફોર્મ ભરવા માટે શ્રમિકોને હાલાકી પડતા મદદ કરી. ધારાસભ્ય લલિત વસોયાએ 21 બસોના ભાડા ચૂકવ્યા. લોકડાઉનના કારણે સુરતમાં વસતા સૌરાષ્ટ્રવાસીઓ માટે રાજ્ય સરકાર દ્વારા વતન પરત ફરવા માટે વ્યવસ્થા કરવામાં આવી છે. એસટી બસની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. ત્યારે આવા સમયે ધોરાજી ઉપલેટાના ધારાસભ્ય લલિત વસોયા પોતે સુરત આવી પહોચ્યાં છે અને પોતાના મતદારોના જવા માટે બસની વ્યવસ્થા ઊભી કરી છે. જેમની આર્થિક પરિસ્થિતિ સારી ન હોય એ તમામના રૂપિયા ભરવામાં આવી રહ્યાં છે. 
May 10,2020, 13:51 PM IST

Trending news