રસોઈ મુદ્દે થયેલી માથાકૂટનું કરુણ અંજામ, મોરબીમાં ભાઈએ માતા-બહેનને ધારિયાથી રહેંસી નાંખી 

રસોઈ મુદ્દે થયેલી માથાકૂટનું કરુણ અંજામ, મોરબીમાં ભાઈએ માતા-બહેનને ધારિયાથી રહેંસી નાંખી 
  • હત્યારા દેવશીએ માતા અને બહેનની હત્યા કરીને ઇન્દોર રહેતા તેના ભાઇને હત્યાના આ બનાવની જાણ કરી હતી.
  • રાત્રે ભોજન બનાવવાની વાતને લઈને માતા અને બહેન વચ્ચે ઘરમાં થયેલી બબાલ બાદ કોઇએ રસોઇ બનાવી ન હતી

હિમાંશુ ભટ્ટ/મોરબી :મોરબીની જીકીયારી ગામે યુવાને કરી ઘરમાં જ બેવડી હત્યાનું કૃત્ય આચર્યું છે. માતા અને બહેનને ધારિયાનો એક એક ઘા ઝીંકીને યુવાને કરપીણ હત્યા કરી છ. રાતના સમયે ઘરમાં રસોઇ બનાવવા માટે થયેલ માથાકુટનું કરુણ અંજામ આવ્યું છે. દેવશી સવજીભાઈ ભાટીયા નામના યુવકે માતા કસ્તુરીબેન અને બહેન સંગીતાને ગાળાના ભાગે ઘારીયા મારીને હત્યા (murder) કરી છે. 

પ્રાપ્ત માહિતી અનુસાર, મોરબી નજીકના જીકીયારી ગામે રાત્રે ભોજન બનાવવાની વાતને લઈને માતા અને બહેન વચ્ચે ઘરમાં થયેલી બબાલ બાદ કોઇએ રસોઇ બનાવી ન હતી. જેથી દીકરાએ રોષે ભરાઇને રાતે ધારિયાના ઘા ઝીંકીને માતા અને બહેનનું ઢાળી દીધુ હતું. હાલમાં આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે બનાવની ફરિયાદ નોંધીને મૃતદેહોને પીએમ માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યા છે અને આગળની તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો : ઉત્તરાખંડ ફરવા ગયેલા ત્રણ ગુજરાતી મિત્રોની કાર 300 મીટર ઊંડી ખીણમાં ખાબકી, એકનું મોત, એક લાપતા

મોરબી નજીકના જીકીયારી ગામે યુવાને તેના જ ઘરમાં બેવડી હત્યા કરી હોવાનો બનાવ સામે આવેલ છે. જેમા યુવાને તેની માતા અને બહેનને ધારીયાનો એક એક ઘા ઝીંકીને તેઓની હત્યા કરી હોવાની માહિતી પોલીસ પાસે આવી હતી. પોલીસે આ વિશે જણાવ્યું કે, ગત રાતના સમયે ઘરમાં રસોઇ બનાવવા માટે યુવકને માતા અને બહેન વચ્ચે માથાકુટ થઈ હતી જેનો કરુણ અંજામ આવ્યો છે અને યુવાને તેની સગી માતા કસ્તુરીબેન ભાટીયા અને બહેન સંગીતાબેનને ગાળાના ભાગે ઘારીયા મારીને હત્યા કરી નાંખી છે. આ બનાવમાં આરોપી દેવશી સવજીભાઇ ભાટીયા નામના યુવાન સામે તેના કાકાના દીકરાએ હાલમાં ભાભુ અને બહેનની હત્યા કરી હોવાની ફરિયાદ નોંધાવી છે. હત્યારા દેવશીએ માતા અને બહેનની હત્યા કરીને ઇન્દોર રહેતા તેના ભાઇને હત્યાના આ બનાવની જાણ કરી હતી, ત્યાર બાદ પોલીસને બનાવની જાણ થઇ હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news