300 મીટરની ઊંડી ખીણ જોઈને તમ્મરિયા આવી જાય, ત્યાં ખાબકી ગુજરાતી યુવકોની કાર

ઘટનાની જાણ થતા જ મુખ્યમંત્રી વિજય રૂપાણી (vijay rupani) એ ઉત્તરાખંડના અધિકારીઓ સાથે વાત કરી હતી, અને યુવકને શોધવાનું કામ યુદ્ધધોરણે શરુ કરાયું 

મયુર સાંધી/સુરેન્દ્રનગર :ઉત્તરાખંડની વાદીઓમાં ફરવા ગયેલા સુરેન્દ્રનગનરના ત્રણ યુવાનોને અકસ્માત (accident) નડ્યો હતો. તેમની ગાડી 300 મીટર ઊંડી ખીણમાં પડી હતી. જેમાં એક યુવકનું મોત નિપજ્યું છે, બીજા યુવકને ગંભીર ઈજાઓ પહોંચી છે. જોકે, અન્ય એક યુવક અને ડ્રાઈવરની શોધખોળ હજી પણ ચાલુ છે. ઘટનાની જાણ થતા જ મુખ્યમંત્રી વિજય રૂપાણી (vijay rupani) એ ઉત્તરાખંડના અધિકારીઓ સાથે વાત કરી હતી, અને યુવકને શોધવાનું કામ યુદ્ધધોરણે શરુ કરાયું છે. 

બદરીનાથ-કેદરનાથના દર્શનમાં મળ્યું મોત

1/4
image

પ્રાપ્ત માહિતી અનુસાર, સુરેન્દ્રનગરના મૃગેશ રાઠોડ, હિતેનદ્રસિંહ ચૌહાણ અને ક્રિપાલસિંહ ઝાલા નામના ત્રણ યુવક બદ્રીનાથ-કેદારનાથના દર્શને ગયા હતા. ત્યારે પરત ફરતા સમયે તેમની ઈનોવા કાર 300 મીટર ઊંડી ખીણમાં ખાબકી હતી.

એક યુવકનો ખીણમાં હજી પણ પત્તો નથી

2/4
image

આ અકસ્માતમાં મૃગેશ રાઠોડનું નિધન થયું છે. જ્યારે કે હિતેન્દ્રસિંહ ચૌહાણને ગંભીર ઈજાઓ પહોંચતા તેનો હોસ્પિટલમાં ખસેડાયો છે. જ્યારે કે ક્રિપાલસિંહ ઝાલા અને ઈનોવા કારનો ડ્રાઈવર ધર્મપાલ હજી પણ ખીણમાં મિસિંગ છે. તેઓને શોધવાની કવાયત ચાલુ છે. સુરેન્દ્રનગર જિલ્લાના પ્રભારી નીતિન ભારદ્વાજને આ વિશે જાણ થતા તેઓએ મુખ્યમંત્રી વિજય રૂપાણીને વાત કરી હતી.  

હિમાલયન મંદિર તરફ જઈ રહી હતી કાર

3/4
image

આ વિશે ચમોલી વિસ્તારના એસપીએ જણાવ્યું કે, શનિવારે આ અકસ્માત થયો હતો. જોશીમઠ અને બદરીનાથની વચ્ચે બદૌલાની પાસેથી પસાર થઈ રહેલી કાર હિમાલયન મંદિર તરફ જઈ રહી હતી. ત્યારે કાર 300 મીટર ઊંડી ખીણમાં પડી હતી, જેમાં એક યુવકનું સ્થળ પર જ મોત નિપજ્યું હતું. હાલ મિસિંગ બંને aયુવકોની શોધખોળ ચાલી રહી છે.

4/4
image