ગુજરાતમાં પીવાના પાણીનુ જળસંકટ ટળ્યું : વિજય રૂપાણી

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નવી દિલ્હીમાં મળેલી નર્મદા કન્ટ્રોલ ઓથોરિટીની બેઠકમાં ગુજરાતને પીવાના પાણી માટે સિપેજ અને ડેડ વોટરની ફાળવણી નર્મદામાંથી કરવાની મંજૂરી આપવા અંગે આભાર વ્યક્ત કર્યો છે. વિજય રૂપાણીએ આ સંદર્ભમાં જણાવ્યું કે, આ પરવાનગી મળતા રાજ્યમાં પીવાના પાણીનું સંકટ ટળી ગયું છે.
ગુજરાતમાં પીવાના પાણીનુ જળસંકટ ટળ્યું : વિજય રૂપાણી

ગાંધીનગર: મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નવી દિલ્હીમાં મળેલી નર્મદા કન્ટ્રોલ ઓથોરિટીની બેઠકમાં ગુજરાતને પીવાના પાણી માટે સિપેજ અને ડેડ વોટરની ફાળવણી નર્મદામાંથી કરવાની મંજૂરી આપવા અંગે આભાર વ્યક્ત કર્યો છે. વિજય રૂપાણીએ આ સંદર્ભમાં જણાવ્યું કે, આ પરવાનગી મળતા રાજ્યમાં પીવાના પાણીનું સંકટ ટળી ગયું છે.

નર્મદા આધારિત પાણી મેળવતા ૧૦ હજાર જેટલા ગામો અને ૧૬૭ નગરને આના પરિણામે ૩૧ જુલાઈ, ૨૦૧૮ સુધી પીવાના પાણીની કોઇ સમસ્યા રહેશે નહીં, તેમ તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું.  મુખ્યમંત્રીએ ગુજરાતના હિતના આ નિર્ણય માટે સંબંધિત રાજ્યો રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રીઓનો પણ આભાર માન્યો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news