'મહા'ની જાફરાબાદ અને રાજુલાનાં 3 ગામો પર ગંભીર અસર, ઓલપાડના 30 ગામ એલર્ટ

અરબી સમુદ્રમાં ઉદ્ભવેલા મહા વાવાઝોડાની અસરને પગલે રાજ્યનો દરિયો તોફાની બન્યો છે.

'મહા'ની જાફરાબાદ અને રાજુલાનાં 3 ગામો પર ગંભીર અસર, ઓલપાડના 30 ગામ એલર્ટ

અમદાવાદ : અરબી સમુદ્રમાં ઉદ્ભવેલા મહા વાવાઝોડાની અસરને પગલે રાજ્યનો દરિયો તોફાની બન્યો છે. વાવાઝોડુ ફરી એકવાર ગુજરાત તરફ ફંટાયુ છે. હવામાન વિભાગની આગાહી અનુસાર 7 નવેમ્બરે વાવાઝોડુ સૌરાષ્ટ્રના દરિયા કિનારે ટકરાશે. જો કે રાહતના સમાચાર છે કે જેમ જેમ તે કિનારાઓની નજીક આવશે તેમ તેમ તે નબળું પડતું જશે. જો કે તેની અસર તો યથાવત્ત રહેશે. જેના કારણે દરિયાકાંઠાના નિચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોનું સ્થળાંતર કરવામાં આવે તેવી યોજના છે.

વડોદરા : દંડથી બચવા ચાલકે પૂરઝડપે બાઈક હંકારી, તો ટ્રાફિક જવાન 25 ફૂટ સુધી ઘસડાયા
 
જાફરાબાદનાં 3 અને રાજુલના 3 ગામ પર સૌથી વધારે અસરની ભીતી
જાફરાબાદ તાલુકાના 3 અને રાજુલા તાલુકાના 3 ગામો પર સૌથી વધારે ખતરાની શક્યતા છે. દરિયાઇ પટ્ટીથી એક કિલોમીટર વિસ્તારમાં આવતા કુલ 17 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. એનડીઆરએફની એક ટીમ ભાવનગરથી જાફરાબાદ જવા રવાના થઇ રહી છે. માછીમારોને દરિયો નહી ખેડવા સુચના અપાઇ છે. દરિયા કિનારા પર રહેતા લોકોને સલામત સ્થળે ખસેડવા માટે સલાહ આપવામાં આવી છે. છાપરા અને પતરાવાળા મકાનો ધરાવતા હોય તેવા લોકોને પણ સલામત સ્થળે જતા રહેવા માટે જણાવવામાં આવ્યું છે. 

Maha Cyclone અપડેટ : દિલ્હી-હરિયાણા-પંજાબની NDRFની ટીમ ગુજરાત પહોંચી
અમરેલી ખાતે ઇમરજન્સી કંટ્રોલ રૂમ પણ શરૂ કરવામાં આવ્યો છે. ઇમરજન્સી નંબર 02792 230735 ચાલુ કરવામાં આવ્યો છે. જીલ્લા કલેક્ટર દ્વારા તમામ ગતિવિધિઓ પર બારીક નજર રાખવામાં આવી રહી છે. આ ઉપરાંત દ્વારકાના રૂપેણી બંદર પર 2 હજાર બોટ લાંગરવામાં આવી છે. હજુ અનેક બોટો પરત ફરી રહી છે. માછીમારો પણ ચાર મહિનાથી રોજગારી નહી મળતા રાહતની માંગ કરી રહ્યા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news