જામનગર પહોંચી NDRFની 6 ટીમ, વિવિધ જિલ્લાઓમાં જવા માટે રવાના

એનડીઆરએફની ટીમ અત્યાધુનિક સાધનો સાથે જામનગર પહોંચ્યા બાદ વિવિધ જિલ્લાઓમાં ફરજ પર જવા માટે રવાના

જામનગર પહોંચી NDRFની 6 ટીમ, વિવિધ જિલ્લાઓમાં જવા માટે રવાના

જામનગર : ગુજરાતના દરિયા કાંઠા વિસ્તારમાં મહા વાવાઝોડાની અસરને લઇને તંત્ર એલર્ટ થયું છે. તો બીજી તરફ વાવાઝોડા સામે શક્ય તેટલું નુકસાન ખાળવા માટે ન માત્ર રાજ્ય સરકાર પરંતુ કેન્દ્ર સરકાર પણ એટલું જ ધ્યાન આપી રહી છે. આજે જામનગરના એરફોર્સ સ્ટેશન ખાતે ખાસ હવાઇ માર્ગે 6 જેટલી એનડીઆરએફની ટીમો અત્યાધુનિક સાધનો સાથે આજે આવી પહોંચી છે. 

અત્યાધુનિક સાધનો તેમજ રેસકયુ બોટ અને રાહત સામગ્રીઓ સાથે એનડીઆરએફની ટીમોનું જામનગરમાં આગમન થયું હતું. જામનગર એરપોર્ટ પર ઉતર્યા બાદ અલગ અલગ બસો તેમજ અન્ય વાહનોમાં તમામ સાધન સામગ્રી સાથે 6 જેટલી ટીમોને સૌરાષ્ટ્રના જુદા જુદા દરિયાઇ કાંઠા જિલ્લાઓમાં રવાના કરવામાં આવી છે. 6 ટીમમાંથી એક જામનગર ખાતે રહેશે. અન્ય પાંચ ટીમોને જુદા જુદા દરિયાકાંઠાના જિલ્લાઓમાં મોકલવામાં આવી છે. મહા વાવાઝોડાના સંકટનર લઈને જામનગર સહિત રાજ્યભરનું તંત્ર એલર્ટ પર છે.

અરબી સમુદ્રના માર્ગે સંકટ બનીને આવી રહેલું ‘મહા’ ગુજરાત તરફ વળ્યું, દીવના તમામ બીચ બંધ કરાયા
મહા વાવાઝોડાના કારણે હાલ દરિયાકાંઠાના જિલ્લાઓની કફોડી સ્થિતી છે. કમોસમી વરસાદ, તોફાની પવન અને તોફાની દરિયાનો સામનો કરી રહ્યા છે. સરકાર દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે. વિવિધ શહેરોમાં મોટા હોર્ડિંગ ઉતારાઇ રહ્યા છે. મોટા જોખમી વૃક્ષોને પણ ટ્રીમ કરવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત કોઇ પણ જોખમી વસ્તુઓને ઉતારવામાં આવી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, એનડીઆરએફની વધારે ટીમ પણ સ્ટેન્ડ ટુ રાખવામાં આવી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news