Zee 24 Kalak ના અહેવાલની અસર: NFS હેઠળ નહી આવતા 3 લાખ લોકોને મળશે અનાજ

Zee 24 કલાકની મહેનત હવે રંગ લાવી રહી છે. સાચા અર્થમાં હાલ નિરાધાર થઇ ગયેલા કેટલાક પરિવારોને અનાજ નહી મળી રહ્યું હોવાની ફરિયાદ ઉઠી રહી હતી. જો કે આ નાગરિકોની સંવેદનાઓનો અવાજ તંત્ર જેટલી ઉંચાઇ પર બેસે છે તેટલી ઉંચાઇ સુધી પહોંચી નહોતો શકતો. Zee 24 kalak દ્વારા એક જવાબદાર માધ્યમ તરીકેની ફરજ નિભાવવામાં આવી હતી. પોતાના સુત્ર અમે સાંભળીએ તમારી વાતને ચરિતાર્થ કરતા આ મધ્યમ વર્ગનો અવાજ બન્યું હતું. આખરે આ સંયુક મહેનત રંગ લાવી હતી.
Zee 24 Kalak ના અહેવાલની અસર: NFS હેઠળ નહી આવતા 3 લાખ લોકોને મળશે અનાજ

હિતલ પારેખ/ગાંધીનગર : Zee 24 કલાકની મહેનત હવે રંગ લાવી રહી છે. સાચા અર્થમાં હાલ નિરાધાર થઇ ગયેલા કેટલાક પરિવારોને અનાજ નહી મળી રહ્યું હોવાની ફરિયાદ ઉઠી રહી હતી. જો કે આ નાગરિકોની સંવેદનાઓનો અવાજ તંત્ર જેટલી ઉંચાઇ પર બેસે છે તેટલી ઉંચાઇ સુધી પહોંચી નહોતો શકતો. Zee 24 kalak દ્વારા એક જવાબદાર માધ્યમ તરીકેની ફરજ નિભાવવામાં આવી હતી. પોતાના સુત્ર અમે સાંભળીએ તમારી વાતને ચરિતાર્થ કરતા આ મધ્યમ વર્ગનો અવાજ બન્યું હતું. આખરે આ સંયુક મહેનત રંગ લાવી હતી.

ગુજરાત બ્રેકીંગ ગાંધીનગર મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વર્તમાન કોરોના વાયરસની સ્થિતીમાં લોકડાઉનને કારણે કોઈ ગરીબ શ્રમજીવી પરિવારોને ભૂખ્યા સૂવું ન પડે તેવી સંવેદનાથી એક મહત્વનો નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રીએઆ નિણર્યની જાહેરાત કરતા જણાવ્યું છે કે, રાજ્યમાં ગરીબી રેખા નીચે જીવન નિર્વાહ કરતા એવા 3 લાખ 40 હજારથી વધુ પરિવારો જે બી પી એલ કાર્ડ ધરાવે છે, પરંતુ રાષ્ટ્રીય અન્ન સુરક્ષા ધારા એન એફ એસ એ અન્વયે અનાજ મેળવતા નથી, તેવા પરિવારોને તેમને મળવા પાત્ર ખાંડ અને મીઠા ઉપરાંત એપ્રિલ માસ પૂરતું એન એફ એસ એના ધોરણે વિના મૂલ્યે ઘઉં ચોખા અને દાળ પણ આપવામાં આવશે.

એટલેકે આવા પરિવારોને હવે ઘઉં ચોખા અને દાળ પણ સરકાર માન્ય સસ્તા અનાજની દુકાનો પરથી આ માસ દરમ્યાન વિના મૂલ્યે મળશે. રાજ્યના 66 લાખ પરિવારો ને હાલ વિના મૂલ્યે  વિતરણ ચાલી રહ્યું છે તે ઉપરાંત હવે આ 3.40 લાખ જેટલા પરિવારો ને પણ  વિના મૂલ્યે અનાજ મળશે. રાજ્યના 3 લાખ 40 હજાર જેટલા પરિવારો ને એન એફ એસ એ ના ધોરણે ઘઉં ચોખા દાળ સહિતની ચીજવસ્તુઓ વિનામૂલ્યે આપવામાં આવશે, રાજ્યમાં બીપીએલ કાર્ડ ધરાવતા પરંતુ રાષ્ટ્રીય અન્ન સુરક્ષા ધારા હેઠળ નહીં આવતા પરિવારો માટે આ નિર્ણય લેવાયો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news