અમદાવાદનાં ચાર વિસ્તારો સંપુર્ણ સીલ, તંત્રની પરવાનગી વગર ચકલું પણ નહી ફરકે

કોરોના વાયરસ (COVID-19) ના કારણે સમગ્ર દેશમાં લોકડાઉનની સ્થિતી જોવા મળી રહી છે. ગુજરાતમાં હાલ લોકડાઉનનું ચુસ્તપણે પાલન કરવામાં આવી રહ્યું છે

અમદાવાદનાં ચાર વિસ્તારો સંપુર્ણ સીલ, તંત્રની પરવાનગી વગર ચકલું પણ નહી ફરકે

અર્પણ કાયદાવાલા/અમદાવાદ : કોરોના વાયરસ (COVID-19) ના કારણે સમગ્ર દેશમાં લોકડાઉનની સ્થિતી જોવા મળી રહી છે. ગુજરાતમાં હાલ લોકડાઉનનું ચુસ્તપણે પાલન કરવામાં આવી રહ્યું છે. જો કે કેટલાક વિસ્તારો એવા છે જ્યાં હજી પણ લોકડાઉનનું પાલન કરવામાં નથી આવી રહ્યું. ઉપરાંત આ વિસ્તારો એટલા ગીચ છે કે ત્યાં પોલીસ સંપુર્ણ ધ્યાન રાખી શકે તેવી શક્યતાઓ ઓછી છે. આ ઉપરાંત કોર્પોરેશનનાં કર્મચારીઓ સાથે ખુબ જ ગેરવર્તણુંક થઇ હોવાનું પણ સામે આવ્યું છે. આ ઉપરાંત નિઝામુદ્દીનથી પરત ફરેલા જમાતીઓ પણ આ વિસ્તારમાં હર્યા ફર્યા હોવાની આશંકાને જોતા હાલ આ વિસ્તારમાં ખાસ તકેદારી રખાઇ રહી હતી. જો કે જે પ્રમાણે હાલ ત્યાં સ્થિતી પેદા થઇ છે તેને જોતા આ તમામ વિસ્તારોને ક્લસ્ટર કન્ટેઇન્મેન્ટ જાહેર કરવામાં આવ્યા છે. 

અમદાવાદ શહેરમાં નોવેલ કોરોના વાયરસનાં નોંધાયેલા કેસ અને તે કયા વિસ્તારમાંથી મળી આવ્યા છે તેને જોતા અહીં ક્લસ્ટર કન્ટેઇન્મેન્ટની કામગીરી કરવામાં આવી છે. જેમાં કોરોના સંક્રમિત સોસાયટી અને વિસ્તારમાં અવર જવર પર સંપુર્ણ પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે. આ વિસ્તાર તરફ જતા રસ્તાઓને બફર જોન જાહેર કરી દેવામાં આવે છે. આ વિસ્તારમાં રહેતા તમામ પરિવારોને જીવન જરૂરી તમામ વસ્તુઓ કોર્પોરેશન દ્વારા પહોંચાડવામાં આવશે. જેમાં દૂધ, શાકભાજી અને કરિયણાનો સમાવેશ થાય છે.

વોર્ડ લોકેશન અંદાજીત મકાન કુલ વ્યક્તિ
જમાલપુર અલીફ એપાર્ટમેન્ટ, ઇસ્માઇલ પીરની દરગાહ 50 250
જમાલપુર ક્રિસ્ટલ એપાર્ટમેન્ટ, શાહપુર રંગોલી પોલીસચોકીની બાજુમાં 27 78
રખિયાલ 70-248, ગુજરાત હાઉસીંગ બોર્ડ, રખિયાલ 250 1000
દાણીલિમડા શફી મંઝીલ પાસે, માઝ રેસિડેન્સિની બાજુમાં,દાણીલીમડા 16 124
દરિયાપુર માતાવાળી પોળ, ધુપેલવાળી પોળની બાજુમાં, ભંડેરીપોળ, કાલુપુર 150 800

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news