ગુજરાત સહિત સમગ્ર દેશ શિવમય: શિવાલયો પર ભક્તો અને ભક્તિનું ઘોડાપુર

Krutarth Joshi Krutarth Joshi | Updated: Feb 13, 2018, 05:05 PM IST
ગુજરાત સહિત સમગ્ર દેશ શિવમય: શિવાલયો પર ભક્તો અને ભક્તિનું ઘોડાપુર

અમદાવાદ/સોમનાથઃ આજે શિવરાત્રી એટલે કે દેવોના દેવ મહાદેવ ભોળાનાથને રીજવવાનો દિવસ છે. આજે દેશભરના શિવાલયો હર હર ભોલેના નાદ સાથે ગુંજી ઉઠ્યા છે. ભક્તો ભોળાનાથને રીઝવવા જલાભિષેક, રૂદ્રાભિષેક, ધ્વજારોહણ, મહાઆરતી, યજ્ઞ, મહાપ્રસાદ સહિતની પૂજા અર્ચના કરી રહ્યા છે. તો જૂનાગઢમાં ગીરનાર તળેટીમાં આવેલા મૃગિ કુંડમાં નાગા સાધુઓએ શાહી સ્નાન પણ કર્યું. સમગ્ર દિવસ દરમિયાન અનેકવિધ ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન વિવિધ સ્થળો પર આયોજન કરવામાં આવ્યા છે. બીજી તરફ ઠેર-ઠેર ભોળાનાથ વ્હાલી  ભાંગ પણ લોકોને પ્રસાદીના રૂપમાં મળી રહી છે.આજે દેવોના દેવ મહાદેવનો તહેવાર મહાશિવરાત્રી છે.

સોમનાથ મંદિરના LIVE દર્શન કરવા માટે અહીં ક્લિક કરો

ત્યારે જ્યોતિર્લિંગોમાં પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરને પણ અદભૂત રીતે સજાવવામાં આવ્યું છે. અવનવી લાઈટીંગથી સોમનાથ મંદિરને શણગારવામાં આવ્યું છે.  ભોળાનાથની ઉપાસનાનું સૌથી મોટુ પર્વ મહાશિવરાત્રીની ભક્તો આખ્ખુ વર્ષ રાહ જોતા હોય છે. ભોલેબાબાનો કોઇ પણ ભક્ત આ દિવસે પોતાનાં આરાધ્ય દેવને પ્રસન્ન કરવાની કોઇ જ કસર છોડવા નથી માંગતો હોતો. પ્રાચીન ભારતીય પરંપરામાં ફાગણ માસની ચતુર્દશીનાં દિવસે આવનાર શિવરાત્રીને મહાશિવરાત્રી સ્વરૂપે સમગ્ર દેશમાં ઉજવવામાં આવે છે. મહાશિવરાત્રીનાં પર્વ હિન્દુઓનાં મહત્વનાં તહેવારો પૈકી એક છે.

શિવનો અર્થ છે કલ્યાણકારી, શિવ એટલે કે બાબા ભોલેનાથ, શિવશંકર, શિવ શંભુ, શિવજી, નીલકંઢ અને રૂદ્ર વગેરે નામથી ભગવાન શંકર હિન્દુઓનાં સર્વોચ્ચ દેવતા છે, તે દેવોનાં પણ દેવ મહાદેવ કહેવાય છે. મહાદેવને રિઝવવા માટે મહાશિવરાત્રીનું અનોખુ મહાત્મય રહેલું છે.