અમદાવાદ શહેરના બે મોલનો નિર્ણય, હવેથી ગ્રાહકો પાસેથી નહીં વસુલે પાર્કિંગ ચાર્જ

 અમદાવાદ શહેરના બે મોલનો નિર્ણય, હવેથી ગ્રાહકો પાસેથી નહીં વસુલે પાર્કિંગ ચાર્જ

અમદાવાદઃ શહેરમાં દિવસેને દિવસે વધતી ટ્રાફિકની સમસ્યા વધુ વકરી રહી છે. હાલમાં જ પાર્કિંગ મુદ્દે હાઈકોર્ટે મહાનગર પાલિકા અને અધિકારીઓને ફટકાર લગાવી હતી. ત્યારબાદ મનપાના અધિકારીઓ અને ટ્રાફિલ પોલીસ પણ એક્શનમાં આવી ગયા છે.  ત્યારે શહેરના બે મોલના સંચાલકોએ પાર્કિંગ ચાર્જ લેવાનો ઇન્કાર કર્યો છે. શહેર પોલીસની નોટિસ બાદ મોલના સંચાલકોએ આ નિર્ણય લીધો છે. શહેરના આલ્ફા વન અને હિમાલયા મોલ હવેથી પાર્કિંગનો ચાર્જ નહીં લે. આ ઉપરાંત ટ્રાફિક ડીસીપી સુધીરકુમાર દેસાઇએ જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં 12 હજારથી વધુ દંડનીય કાર્યવાહી કરવામાં આવી છે. 12 લાખ જેટલો દંડ વસુલ કર્યો છે તેમજ 2100 જેટલા વાહનો ટોલ કર્યાં છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news