ગુજરાતમાં ક્યાંય જોવા નહીં મળે આવી કાગડા અને માણસની મિત્રતા

હાલ શ્રાદ્ધનાં દિવસો ચાલે છે. લોકો પિતૃ તરીકે કાગ કાગ કહીને બોલાવતા હોય છે. ત્યારે આમ તો કાગડાઓ એક ચતુર પક્ષી માનવામાં આવે છે. જે કોઈપણનો ભરોસો કરતા નથી

ગુજરાતમાં ક્યાંય જોવા નહીં મળે આવી કાગડા અને માણસની મિત્રતા

રાજુ રુપારેલિયા, દ્વારકા: હાલ શ્રાદ્ધનાં દિવસો ચાલે છે. લોકો પિતૃ તરીકે કાગ કાગ કહીને બોલાવતા હોય છે. ત્યારે આમ તો કાગડાઓ એક ચતુર પક્ષી માનવામાં આવે છે. જે કોઈપણનો ભરોસો કરતા નથી. પરંતુ દેવભૂમિ દ્વારકાનાં મીઠાપુરમાં એક ખાનગી કંપનીનાં કર્મચારી સતીષ ભાઈને હાથએ કાયમી 25-30 કાગડાઓ વારા ફરતી આવી અને ભોજન કરે છે.

હાલ શ્રાદ્ધનાં દિવસો ચાલી રહ્યા છે. ત્યારે લોકો પિતૃ સુધી ભોજન પહોંચે તે માટે કાગડાઓને પિતૃ માની કાગડાઓને કાગ કાગ કરીને બોલાવતા હોય છે. ત્યારે દેવભૂમિ દ્વારકાનાં મીઠાપુરના ખાનગી કંપનીના એક કર્મચારી સતીષ ત્રિવેદીનો ચતુર કાગડાઓ સાથેનો 365 દિવસનો અનોખો નાતો રિશ્તો બન્યો છે.

સતીષ ભાઈ સતત 12 વર્ષથી પણ વધારે વર્ષોથી કાગડાઓને દરરોજ ભોજન કરાવે છે અને કોઈ દિવસ કાગડાઓને ભોજન મોડું મળે કે અન્ય કોઈ કારણ હોય ત્યારે કાગડાઓ તેઓ પર ગુસ્સો જાહેર કરતા સતીષ ભાઈ પર ચરક મૂકવાનો દાખલો પણ થયો છે.

સતીષ ભાઈ કહે છે કે, મારો કાગડાઓ સાથે એવો અનોખો નાતો છે કે તેઓ મારા હાથ તથા માથા પર બેસી અને રમતા પણ હોય છે. કાગડાઓને ભોજન કરાવી અને પિતૃઓનું કાર્ય કરી અને 365 દિવસ આનંદ સાથે મનને શાંતિ મળે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news