હિમ્મતનગરના ગામડામાં શ્રમિક મહિલા પર સામુહિક બળાત્કાર, આરોપીઓ ફરાર

અજાણ્યા શખ્સો સફેદ કારમાં પાણી લેવાના બહારને ઓરડીમાં ઘુસી ગયા અને પછી ગુજાર્યો પાશવી બળાત્કાર 
 

હિમ્મતનગરના ગામડામાં શ્રમિક મહિલા પર સામુહિક બળાત્કાર, આરોપીઓ ફરાર

હિંમતનગરઃ હિંમતનગરના ગ્રામ્ય વિસ્તારમાં સામુહિક બળાત્કારની ઘટના સામે આવી છે. સફેદ કારમાં આવેલા અજાણ્યા શખ્સો પીવાનું પાણી લેવાના બહારને ખેતરમાં રહેલી એક ઓરડીમાં ઘુસીને શ્રમિક મહિલા પર બળાત્કાર ગુજારીને ફરાર થઈ ગયા છે. પોલીસે અજાણ્યા શખ્સોને પકડી લેવા કાર્યવાહી હાથ ધરી છે. 

હિંમતનગરના એક ગામડાના ખેતરની ઓરડીમાં એક શ્રમિક પરિવાર રહેતો હતો. વહેલી સવારે જ્યારે પરિવાર ઘરમાં હતો ત્યારે એક કાર તેમની ઝુંપડીની નજીકમાં આવી ઊભી રહી હતી. જેમાંથી પાંચ શખ્સો નિકળીને તેમની ઓરડીમાં પાણી લેવાના બહાને પ્રવેશ્યા હતા. 

ઓરડીમાં પ્રવેશતાંની સાથે જ ત્રણ શખ્સોએ મહિલાના પતિ અને બાળકોને પકડી લીધા હતા. પતિ અને બાળકોની નજર સામે જ બાકીને બે નરાધમ શખ્સોએ મહિલા પર પાશવી બળાત્કાર ગુજાર્યો હતો. બળાત્કાર ગુજાર્યા પછી પાંચેય શખ્સો શ્રમિક પરિવારને ધમકી આપીને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા. 

ડરી ગયેલા શ્રમિક પરિવારે ઘટના અંગે ખેતરના માલિકને જાણ કરી હતી. ખેતરના માલિકે પરિવારને આશ્વાસન આપીને પોલીસ ફરિયાદ કરવા માટે સમજાવ્યો હતો. શ્રમિક પરિવારે ખેતર માલિક સાથે જઈને હિમતનગર એ-ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે અજાણ્યા 5 શખ્સો સામે ગુનો નોંધીને નરાધમોને ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. 

જૂઓ LIVE TV....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news