અમદાવાદમાં 15 વર્ષની સગીરાને 2 નરાધમોએ પીંખી નાખી, પોલીસે ત્રણ આરોપીની કરી ધરપકડ

શહેરના ચાંદખેડ વિસ્તારમાં 15 વર્ષીય સગીરા પર 2 યુવકોએ ગેંગરેપ કરતા ખળભળાટ મચી ગયો છે. સગીરાને અડાલજની હોટેલમાં લઈ જઈને 2 મિત્રોએ ગેંગ રેપ કર્યો હતો. સગીરાને પીંખી નાંખી હોસ્પિટલમાં મૂકી બે બળાત્કારી તથા એક મદદ કરનાર આરોપી ફરાર થઈ ગયા હતા

અમદાવાદમાં 15 વર્ષની સગીરાને 2 નરાધમોએ પીંખી નાખી, પોલીસે ત્રણ આરોપીની કરી ધરપકડ

ઉદય રંજન/ અમદાવાદ: શહેરના ચાંદખેડ વિસ્તારમાં 15 વર્ષીય સગીરા પર 2 યુવકોએ ગેંગરેપ કરતા ખળભળાટ મચી ગયો છે. સગીરાને અડાલજની હોટેલમાં લઈ જઈને 2 મિત્રોએ ગેંગ રેપ કર્યો હતો. સગીરાને પીંખી નાંખી હોસ્પિટલમાં મૂકી બે બળાત્કારી તથા એક મદદ કરનાર આરોપી ફરાર થઈ ગયા હતા. જે અંગે ચાંદખેડા પોલીસે ગેંગરેપનો ગુનો નોંધી તપાસ હાથ ધરી 3 આરોપીની ધરપકડ કરી છે.

બનાવની વાત કરીએ તો ચાંદખેડાના જગતપુરમાં રહેતી 15 વર્ષિય સગીરાને મળવાના બહાને બોલાવી  કારમાં અપહરણ કરી અડાલજની એક હોટેલમાં લઈ જવામા આવી હતી. જ્યાં 2 મિત્રો શૈલેશ ભરવાડ  અને વિજય ભરવાડે સગીરાને હોટલના રૂમમાં પીંખી નાખી હતી. જેથી સગીરાને ગુપ્તાંગમાંથી અસહ્ય લોહી નીકળતા તે બેભાન થઈ ગઈ અને બાદમાં અન્ય આરોપી વિજય ભરવાડની મદદથી સગિરાને હોસ્પિટલમાં મૂકી ત્રણેય નરાધમો ભાગી ગયા હતા. આ અંગે ચાંદખેડા પોલીસે ત્રણેય યુવાનો વિરુદ્ધ ગેંગરેપનો ગુનો નોંધી ધરપકડ કરી છે.

આરોપીની પૂછપરછમા સામે આવ્યુ કે, સગીરા જગતપુરમાં જ રહેતા શૈલેશ ભરવાડ નામના યુવાનના પરિચયમાં આવી હતી. 10 જુલાઈએ શૈલેશે સગીરાને ફોન કરીને ગોદરેજ ગાર્ડન સિટી મળવા બોલાવી હતી. શૈલેશ તેના મિત્ર સાથે કારમાં ત્યાં ઊભો હતો. સગીરાને કારમાં બેસાડીને તેઓ અડાલજ ખાતેની એક હોટલના રૂમમાં લઈ ગયા હતા. પહેલા શૈલેશે નિર્ભયા સાથે દુષ્કર્મ કર્યું હતું. એ પછી બંને મિત્રોએ વારાફરથી બળાત્કાર ગુજાર્યો હતો. જેથી પોલીસે જગતપુરથી હોટલના સીસીટીવી તથા રેકોર્ડ અને સાયોંગીક પુરાવા એકઠા કર્યા છે.

ચાંદખેડા પોલીસે શૈલેશ ભરવાડ, વિજય ભરવાડ અને વિજય ભરવાડ આ ત્રણેય મિત્રોનાં ઘરે સગાં  સંબંધીને ત્યાં તપાસ કરી હતી, પરંતુ તેઓ મળ્યા નહોતા, જેથી પોલીસે ત્રણેયના મોબાઈલ નંબર ટ્રેસિંગમાં મૂક્યા છે. આ ઉપરાંત ગુનામાં વપરાયેલી કાર લઈને ત્રણેય નરાધમો ભાગ્યા હોવાથી રોડ પરના સીસીટીવી તેમજ ટોલનાકાના સીસીટીવીના આધારે આરોપીની ધરપકડ કરી છે. જોકે આ ગુનામા પોલીસ તપાસમા શું નવા ખુલાસા થાય છે તે જોવુ મહત્વનુ છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news