LIVE VIDEO: હાર્ટ અટેકથી વધુ એક યુવાનનું મોત: નવસારીમાં 23 વર્ષીય રત્નકલાકારને હૃદયે આપ્યો દગો

નવસારીમાં હીરા કામ કરતો 23 વર્ષીય રત્નકલાકારનું હાર્ટ એટેકથી મોત નિપજ્યું હતું. રત્નકલાકાર ફોન પર વાત કરતા સમયે અચાનક ઢળી પડ્યો હતો. ત્યારે તેને સારવાર મળે તે પહેલા જ રત્નકલાકારનું મોત નિપજ્યું હતું. 

 LIVE VIDEO: હાર્ટ અટેકથી વધુ એક યુવાનનું મોત: નવસારીમાં 23 વર્ષીય રત્નકલાકારને હૃદયે આપ્યો દગો

ઝી બ્યુરો/નવસારી: ગુજરાતમાં છેલ્લા કેટલાંક દિવસોથી હાર્ટ એટેકથી જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. જેમાં લગ્નમાં નાચતી વખતે, ક્રિકેટ રમતી વખતે કે પછી જીમમાં કસરત કરતી વખતે હાર્ટ એટેક આવવાથી તેઓને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. ત્યારે હાર્ટ અટેકથી વધુ એક યુવાનનું મોત થયું છે. નવસારીમાં ફોન પર વાત કરતા રત્નકલાકારને હાર્ટ અટેક આવ્યો છે. સારવાર મળે તે પહેલાં જ રત્નકલાકારે દમ તોડ્યો હતો. 

— Zee 24 Kalak (@Zee24Kalak) August 20, 2023

ફોન પર વાત કરતા કરતા અચાનક જ ઢળી પડ્યો
નવસારીમાં આર.સી.જેમ્સ ફેક્ટરીમાં કામ કરતા 23 વર્ષીય રત્નકલાકાર ફેક્ટરીમાં કામ કરતો હતો. તે દરમ્યાન તેને ફોન આવતા રત્નકલાકાર ફોન પર વાત કરતો હતો. ફોન પર વાત કરતા કરતા અચાનક જ ઢળી પડ્યો હતો. રત્નકલાકાર ઢળી પડતા અન્ય કારીગરો દ્વારા તેને તાત્કાલીક સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. પરંતું સારવાર મળે તે પહેલા જ હાર્ટ એટેકનાં કારણે મૃત્યું થયું હતુ. 

ક્યારે વધી જાય છે હાર્ટ એટેકનો ખતરો
આજકાલ વાયરલ વીડિયોમાં તમે એવુ જોતા હશો કે, કેટલાક લોકો પ્રસંગોમાં ઢળી પડે છે, તો કેટલાક ચાલતા ચાલતા મોતને ભેટે છે. તો કેટલાકને નાટકોમાં રોલ ભજવતા સમયે હાર્ટ એટેક આવે છે. ત્યારે જો તમે પણ એવુ વિચારો છો કે તમારી સાથે આવુ ન થાય તો આજથી જ તકેદારી રાખવાની શરૂઆત કરી દો. આ ઘટનાઓ મતલબ હાર્ટ એટેક. આજકાલ હાર્ટ એટેકનું પ્રમાણ વધી રહ્યું છે. આવામાં જો તમે નાની ઉંમરમાં હાર્ટ એટેકનો શિકાર થવા ન માંગતા હોવ તો આજથી જ કેટલાક નિયમોનું પાલન કરવાનું શરૂ કરી દો. 

પુરૂષોમાં હાર્ટ એટેકના લક્ષણ
હાર્ટ એટેકને લગતા આંકડા મુજબ, સ્ત્રીઓ કરતાં પુરુષોને હાર્ટ એટેકનું જોખમ વધારે છે. જો તમે ધૂમ્રપાન કરો છો, તમને હાઈ બ્લડ પ્રેશર (High BP) છે, હાઈ કોલેસ્ટરોલ (High Cholesterol), મેદસ્વીતા (Obesity) છે, તો પછી તમને હાર્ટ એટેક થવાનું જોખમ વધુ રહેશે. પુરુષોમાં હાર્ટ એટેકનાં લક્ષણો સ્ત્રીઓ કરતા થોડા જુદા હોય છે.

- છાતીમાં તીવ્ર દુખાવો, એવો અનુભવ થવો કે છાતીમાં દુખાવો થઈ રહ્યો છે અથવા સતત તકલીફ થઈ રહી હોય.
- શરીરના બાહ્ય ભાગમાં દુખાવો અથવા અસ્વસ્થતા અનુભવી જેમ કે, હાથ, ખભા, પીઠ, ગળા, જડબા અથવા પેટમાં દુખાવો થવો.
- હૃદયના ધબકારા અનિયમિત (Irregular Heart Beat) થવા અથવા ધીમા થઈ જવા.
- પેટમાં દુખાવો અથવા વિચિત્ર અનુભવ કરવો જેમ કે અપચો થયો હોય.
- શ્વાસની તકલીફ અને એવો અનુભવ થવો કે, આરામ કરતી વખતે શ્વાસ લેતા પૂરતી હવા મળી રહી નથી.
- માથામાં દુખાવો, ચક્કર આવવું, એવું લાગવું કે બેભાન થઈ રહ્યા છો.
- ધ્રુજારી સાથે પરસેવો થવો (Cold Sweat).

હાર્ટ એટેકનાં લક્ષણો દરેક વ્યક્તિમાં જુદા જુદા હોય છે અને બધા લોકોમાં તમામ લક્ષણો દેખાવવા જરૂરી નથી. તમે તમારા શરીરને વધુ સારી રીતે સમજો છો, તેથી તમારા લક્ષણો અને ચિહ્નોને ચોક્કસપણે ઓળખો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news