કુતિયાણાના ધારાસભ્ય કાંધલ જાડેજાને સેશન્સ કોર્ટે આપી મોટી રાહત, 6 મહિનાની સજા માફ કરાઈ

કાંધલ જાડેજાને રાજકોટ સેશન્સ કોર્ટે મોટી રાહત આપી છે, હોસ્પિટલમાંથી પોલીસ જાપ્તા વચ્ચે નાસી છૂટવાના કેસમા 6 માસની સજા માફી મળતા હવે તેમને જેલમાં નહી રહેવું પડે

કુતિયાણાના ધારાસભ્ય કાંધલ જાડેજાને સેશન્સ કોર્ટે આપી મોટી રાહત, 6 મહિનાની સજા માફ કરાઈ

ઝી બ્યુરો/રાજકોટ: પોરબંદર કુતિયાણાના ધારાસભ્ય કાંધલ જાડેજાને કોર્ટે મોટી રાહત આપી છે. જી હા...વર્ષ 2009ના પોરબંદરના હત્યા કેસમાં રાજકોટ જેલમાં જેલવાસ ભોગવતા હતા, ત્યારે હોસ્પિટલમાંથી પોલીસ જાપ્તા વચ્ચે નાસી છૂટવાના કેસમાં દોઢ વર્ષની સજા કરાઈ હતી, જેમાં અગાઉ એક વર્ષ સુધી જેલવાસ ભોગવી હતી. બાદ 6 માસની સજા માફી મળતા હવે તેમને જેલમાં નહી રહેવું પડે. 

મહત્વનું છે કે, કુતિયાણાના ધારાસભ્ય કાંધલ જાડેજાને રાજકોટ સેશન્સ કોર્ટે મોટી રાહત આપી છે. કાંધલ જાડેજા દ્વારા સજા માફી માટે અપીલ કરવામાં આવી હતી. કોર્ટ દ્વારા કાંધલ જાડેજાને 6 માસની સજા માફી આપવામાં આવી છે.

કોણ છે કાંધલ જાડેજા?
સૌરાષ્ટ્રમાં એક માત્ર પોરબંદર જિલ્લાની કુતિયાણા બેઠક એવી રહી છે કે, અહી ૫ક્ષ નહીં ઉમેદવાર બળવાન સાબિત થયા છે. સતત બીજી ટર્મ માટે NCP ના કાંધલ જાડેજા અહી વિજેતા બન્યા છે. પોરબંદરના કુતિયાણા વિધાનસભા બેઠકમાં ફરી એક વખત જાડેજા પરિવારનો દબદબો જોવા મળ્યો છે. આ બેઠક પરના ત્રિપાંખિયા જંગમાં કાંધલ જાડેજાની 23709 મતે જીતી થઈ છે. 

આ બેઠક વર્ષ 1990થી જાડેજા પરિવારનો ગઢ બની ગયો છે. માતા સંતોકબેન જાડેજા, કાકા ભુરાભાઈ જાડેજા આ બેઠક પરથી એક-એક ટર્મ ચૂંટાતા આવ્યા છે. બાદમાં ગેંગલીડર તરીકેની છબી ધરાવતા કાંધલ જાડેજા NCPના મેન્ડેટ પર આ વખતે ફરી ચૂંટણી મેદાનમાં ઝં૫લાવ્યુ હતું. તેમણે જીત મેળવી આ બેઠક જાળવી ૫ણ રાખી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news