ધોરણ 10નું પરિણામ : ગુજરાતી કરતાં અંગ્રેજી વિષયમાં વિદ્યાર્થીઓએ મેદાન માર્યું
ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા સોમવારે જાહેર કરાયેલા પરિણામમાં ફરી એકવાર ગુજરાતી ભાષા જાણે કાચી પડી છે. એસએસસીના પરિણામમાં ગુજરાતી કરતાં અંગ્રેજી ભાષામાં વિદ્યાર્થીઓએ મેદાન માર્યું છે. પ્રથમ ભાષા તરીકે અંગ્રેજી વિષયનું પરિણામ ઉંચુ આવ્યું છે.
Trending Photos
અમદાવાદ : ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા સોમવારે જાહેર કરાયેલા પરિણામમાં ફરી એકવાર ગુજરાતી ભાષા જાણે કાચી પડી છે. એસએસસીના પરિણામમાં ગુજરાતી કરતાં અંગ્રેજી ભાષામાં વિદ્યાર્થીઓએ મેદાન માર્યું છે. પ્રથમ ભાષા તરીકે અંગ્રેજી વિષયનું પરિણામ ઉંચુ આવ્યું છે.
ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગત માર્ચ માસમાં લેવાયેલ ધોરણ 10ની પરીક્ષાનું સોમવારે પરિણામ જાહેર કરાયું છે. રાજ્યનું એકંદરે પરિણામ 67.50 ટકા નોંધાયું છે. વિષય દીઠ પરિણામની વાત કરીએ તો સૌથી વધુ ગંભીર સ્થિતિ ગણિતમાં જોવા મળી છે. સૌથી ઓછું 68.26 ટકા ગણિતનું પરિણામ નોંધાયું છે. જ્યારે સૌથી વધુ પરિણામ અંગ્રેજી વિષયનું 95.62 ટકા નોંધાયું છે. અહીં ચોંકાવનારી વિગત તો એ છે કે અંગ્રેજી વિષયનું પરિણામ ગુજરાતી કરતાં પણ ઓછું જોવા મળ્યું છે. જે ફરી એકવાર ગુજરાતી ભાષાને લઇને ચિંતા કરવાનાર છે.
ગુજરાતી પ્રથમ ભાષાની પરીક્ષા આપનારા 6,99,646 છાત્રો પૈકી 5,92,968 છાત્રો પ્રમાણપત્ર મેળવવા માટે ઉત્તીર્ણ થતાં સરેરાશ પરિણામ 84.75 ટકા નોંધાયું છે. જ્યારે અંગ્રેજી પ્રથમ ભાષામાં પરીક્ષામાં બેસનારા 66,693 પૈકી 63,769 છાત્રો પ્રમાણપત્ર મેળવવા પાત્ર થતાં સરેરાશ 95.62 ટકા નોંધાયું છે. જે તમામ વિષયોમાં સૌથી વધુ છે. સોશિયલ સાયન્સનું સરેરાશ પરિણામ 85.77 ટકા આવ્યું છે. સાયન્સ એન્ડ ટેકનોલોજી વિષયનું સરેરાશ પરિણામ 71.42 ટકા નોંધાયું છે. ગણિત વિષયનું સરેરાશ પરિણામ 68.26 ટકા, સંસ્કૃત વિષયનું પરિણામ 82.76 ટકા તો હિન્દી વિષયનું પરિણામ 88.11 ટકા નોંધાયું છે.
ગુજરાતી અંગ્રેજીમાં નબળા
ગુજરાતી ભાષાનું પરિણામ અંગ્રેજીની સરખામણીએ ઓછું તો છે સાથોસાથ એક ચોંકાવનારી વિગત એ પણ સામે આવી છે કે અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓએ ગુજરાતી ભાષામાં સારો દેખાવ કર્યો છે. જ્યારે ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ અંગ્રેજી ભાષામાં નબળા પડ્યા છે. ગુજરાતી સેકન્ડ ભાષાનું સરેરાશ પરિણામ 94.02 ટકા નોંધાયું છે જ્યારે અંગ્રેજી સેકન્ડ ભાષાનું પરિણામ 71.21 ટકા નોંધાયું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે