હવે સરળતાથી ભરી શકાશે ટેક્સ, ગુજરાતી ભાષામાં લોન્ચ થયું GST વેબ પોર્ટલ
રાજ્યમાં આવેલા સ્વ સહાય જુથ, તેમનાં સભ્યો, તેમના કુટુંબીજનો તથા સુક્ષ્મ નાના અને મધ્યમ ઉદ્યોગ સાહસિકો માટે Good and Service Tax નાં માળખામાં સરળતાથી નોંધણી કરાવી શકે અને ટેક્સ ભરી શકે તે હેતુથી ગ્રામ વિકાસ કમિશનરના માર્ગદર્શન હેઠળ ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપની લી. (GLPC) તરફથી તેમના લાભાર્થીઓ માટે ‘‘GST સહેલી પોર્ટલ’’ શરૂ કરવામાં આવ્યું છે.
Trending Photos
ગાંધીનગર: રાજ્યમાં આવેલા સ્વ સહાય જુથ, તેમનાં સભ્યો, તેમના કુટુંબીજનો તથા સુક્ષ્મ નાના અને મધ્યમ ઉદ્યોગ સાહસિકો માટે Good and Service Tax નાં માળખામાં સરળતાથી નોંધણી કરાવી શકે અને ટેક્સ ભરી શકે તે હેતુથી ગ્રામ વિકાસ કમિશનરના માર્ગદર્શન હેઠળ ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપની લી. (GLPC) તરફથી તેમના લાભાર્થીઓ માટે ‘‘GST સહેલી પોર્ટલ’’ શરૂ કરવામાં આવ્યું છે. GST સહેલી સુવિધા સેન્ટર મારફતે રાજ્યનાં જુદા-જુદા તાલુકા અને જિલ્લામાં રોજગારીની તક ઉભી થાય તે પ્રમાણેનું આયોજન કરવામાં આવ્યું છે.
GLPC એ GST સુવિધા પ્રાપ્ત કરવા માટે GSTN સાથે તા.૨૩ માર્ચ ૨૦૧૮ના રોજ કરાર કરી તે મુજબ GSTN GST પોર્ટલ એસેસ કરવાની સુવિધા ઉપલબ્ધ કરાવી રહ્યું છે. GLPC તરફથી GST સહેલી પોર્ટલ તૈયાર કરવામાં આવ્યું છે તેના પર ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં કામ કરી શકાય તેવી સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. GST ની કામગીરી કરવા માટે ગુજરાતભરમાં જરૂરિયાત મુજબ દરેક જિલ્લામાંથી RSETI દ્વારા GST સહેલી-સહાયક તરીકે યુવક-યુવતીઓને તાલીમ આપવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.
આ યોજના હેઠળ GST સહાયકો (GST સહેલી) જરૂરિયાત મુજબ તૈયાર થાય તે પ્રમાણે આયોજન કરવામાં આવ્યું છે. જે યુવાનો/યુવતીઓને કોમર્સ, Tally Accounting ને લગતા કામના જાણકાર હોય તેવા યુવાનોની GST ની તાલીમ આપ્યા બાદ સહાયક તરીકે તૈયાર કરવામાં આવી રહ્યા છે. ગુજરાતમાં અંદાજિત ૧૦૦૦ જેટલા GST સહાયકો આગામી ચાર માસમાં તૈયાર કરવાનું આયોજન છે. આ માટે અલગ અલગ કંપનીઓ સાથે સમજૂતી કરવામાં આવી છે.
આ કાર્યક્રમથી નાના-મોટા ધંધા કરતા સ્વ-સહાય જુથો, નાના ધંધાદારી વ્યક્તિઓ, MSMEs વિગેરેને વ્યાજબી ફી થી સરળ ગુજરાતીમાં પોતાનું GST નું કામ કરી શકે તેવી સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે છે. સાથે સાથે ગુજરાતનાં યુવાનોમાં રોજગારી ઉભી કરવાનું કામ પણ કરવામાં આવીરહ્યું છે.. આ હેતુ માટે તા.૭મે ૨૦૧૮ના રોજ Good and Service Tax Payers માટેનું GST સહેલીના પોર્ટલનો શુભારંભ કરવામાં આવ્યો છે તેમજ આ જ દિવસે GST સહાયકોનું રજિસ્ટ્રેશન પણ શરૂ કરવામાં આવ્યું છે.
ગ્રામ્ય / શહેરી વિસ્તારમાં સરળતાથી સગવડ મળી રહે તે માટે GST સહાયકો તૈયાર કરવા માટે RSETI મારફતે પાંચ જિલ્લાઓમાં તાલીમ શરૂ કરવામાં આવી છે જેમાં અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ અને ભરૂચ જિલ્લાનો સમાવેશ થાય છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે