ચૂંટણીપંચનો ખુલાસો, ગુજરાતની 8 બેઠકની પેટાચૂંટણી મોકૂફ નહિ કરાય
Trending Photos
હિતલ પારેખ/ગાંધીનગર :ભારતીય ચૂંટણી પંચે કેટલાક રાજ્યોમાં કોવિડ-19ની મહામારી અને પૂરની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને 7 સપ્ટેમ્બર સુધી યોજનાર લોકસભા અને રાજ્ય વિધાનસભાઓની પેટાચૂંટણીઓ મોકૂફ રાખ્યા છે. જેમ સ્થિતિ અનુકૂળ થશે તો ઈલેક્શન યોજાશે તેવી ચૂંટણીપંચે જાહેરાત કરી છે. જેના સંદર્ભે ગુજરાતની વિધાનસભાની 8 બેઠકોની પેટાચૂંટણી પણ મુલત્વી રહેશે તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે. પરંતું ગુજરાત વિધાનસભાની આઠ બેઠકોની પેટાચૂંટણી સંદર્ભમાં મુલતવી રાખવાની કોઈ વાત સામે નથી આવી. રાજ્યના ચૂંટણી અધિકારીએ આ અંગે ખુલાસો કર્યો છે.
Breaking : 50 વર્ષમાં પહેલીવાર સૌરાષ્ટ્રભરમાં શ્રાવણ મહિનાના લોકમેળા નહિ યોજાય
રાજ્યના મુખ્ય ચૂંટણી નિર્વાચન અધિકારી એસ મુરલી ક્રિષ્નાના જણાવ્યા પ્રમાણે, કેન્દ્રીય ચૂંટણીપંચ દ્વારા 7 સપ્ટેમ્બર સુધી યોજાનાર ચૂંટણીઓને મુલતવી રાખવાનો નિર્ણય લેવાયો છે. જોકે, ગુજરાત વિધાનસભાની આઠ બેઠકોની પેટાચૂંટણીની ડ્યુ તારીખ 6 મહિના લેખે 14 સપ્ટેમ્બર થાય છે. તેથી ગુજરાતની પેટાચૂંટણી મુલતવી રાખવા સંદર્ભે અમારી પાસે કોઇ જ સૂચના આવી નથી. તેથી ગુજરાતની પેટાચૂંટણીઓ રાબેતા મુજબ યોજાશે.
કઈ 8 બેઠકો પર પેટાચૂંટણી યોજાશે
મોરબી, કરજણ (વડોદરા), કપરાડા (વલસાડ), લીમડી (સુરેન્દ્રનગર), ગઢડા (બોટાદ), ડાંગ, ધારી (અમરેલી), અબડાસા (કચ્છ)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે