સરદાર પટેલથી અમિત ચાવડા સુધીના પ્રદેશ પ્રમુખોએ ગુજરાતમાં અનેક ઉતારચઢાવ જોયા

સરદાર પટેલથી અમિત ચાવડા સુધીના પ્રદેશ પ્રમુખોએ ગુજરાતમાં અનેક ઉતારચઢાવ જોયા
  • હવે અમિત ચાવડાએ રાજીનામુ ધર્યુ છે, ત્યારે કોને માથે પ્રમુખની જવાબદારી આવે છે તેના પર સૌની નજર મંડરાયેલી છે
  • લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ ગુજરાત કોંગ્રેસના પ્રથમ પ્રદેશ પ્રમુખ હતા

ગૌરવ પટેલ/અમદાવાદ :ગુજરત કાંગ્રેસના 32મા પ્રમુખ તરીકે હાલ ઇશ્વરસિંહ ચાવડાના પૌત્ર અને ભરતસિંહ સોલંકીના પિતરાઇ ભાઇ અમિત ચાવડા (amit chavda) સુકાન સંભાળી રહ્યા છે. જોકે તેમના નેતૃત્વમાં ઘણા ધારાસભ્યોએ કોંગ્રેસ (gujarat congress) છોડી ભાજપાનો ખેસ ઘારણ કર્યો વર્ષ 2019ની લોકસભાની ચુટણીમાં કારમો પરાજય થયો અને ત્રણ પેટાચૂંટણીમાં પણ રકાસ જોવા મળ્યો. છેલ્લે યોજાયેલી આઠ વિધાનસભાની પેટાચૂટંણીમાં કોંગ્રેસને સમ ખાવા એકેય બેઠક ન મળી. ત્યારે અમિત ચાવડા અને પરેશ ધાનાણીએ હાઇકમાન્ડ સમક્ષ રાજીનામુ ધર્યુ છે. ત્યારે કેટલાક નેતાઓના નામ અત્યારે પ્રદેશ પ્રમુખની રેસમાં છે. જોકે હવે નવા પ્રદેશ પ્રમુખ ગુજરાત કોંગ્રેસને સત્તા સ્થાને પહોચાડશે કે કેમ તે સવાલ છે. 

ગુજરાત કાંગ્રેસની સ્થાપના 1921માં થઇ હતી. ત્યારથી લઈને અત્યાર સુધી કાંગ્રેસ પાર્ટીએ 31 પ્રદેશ પ્રમુખનું સુકાન જોયુ છે. ત્યારે પ્રદેશ પ્રમુખની સફર પર એક નજર કરીએ.ગુજરાત કાંગ્રેસના અત્યાર સુધી થઇ ગયેલા પ્રમુખની વાત કરવામાં આવે, તો લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ ગુજરાત કોંગ્રેસના પ્રથમ પ્રદેશ પ્રમુખ હતા. 

આ પણ વાંચો : કોરોનાકાળમાં સોનાના વેપારીઓ માટે સારા સમાચાર, હવે રાજકોટના દાગીના વિદેશમાં ચમકશે

  • સરદાર વલ્લભભાઇ પટેલ 1931 થી 1946
  • કનૈયાલાલ ના દેસાઇ 1946 થી 1956
  • મગનભાઇ શંકરભાઇ પટેલ 1956 થી 1959
  • ઠાકોરભાઇ એમ દેસાઇ 1959 થી 1962
  • ત્રિભોવનદાસ કે  પટેલ 1962 થી 1967
  • વજુભાઇ શાહ 1967 થી 1969
  • કાંતીલાલ ઘીયા 1969 થી 1970 અને 1976 થી 1977
  • રતુભાઇ અદાણી 1970 થી 1972 અને 1978
  • ઝીણાભાઇ દરજી 1972 થી 1974
  • રાઘવજી લેઉવા 1974
  • કુમુદબેન જોશી 1974
  • માધવસિંહ સોલંકી 1974 થી 1975 અને 1978 થી 1980
  • હિતેન્દ્ર દેસાઇ 1975 થી 1976
  • માલજીભાઇ ઓડેદરા 1980 થી 1981
  • મહિપત મહેતા 1981
  • મહંત વિજયદાસ 1981 થી 1985
  • અહેમદ પટેલ 1985 થી 1988
  • પ્રબોધ રાવલ 1988 થી 1989
  • નટવરલાલ શાહ 1989 થી 1992

પ્રબોધ રાવલની બીજી ટર્મથી કાંગ્રેસના રકાસની શરૂઆત થઇ હતી. ત્યારથી લઇ અત્યાર સુધી કોંગ્રેસ ક્યારેસ સીધી રીતે અને એકલે હાથે વિધાનસભાની ચૂંટણી જીતી સત્તા સ્થાને પહોંચી નથી. પ્રબોધ રાવલ અને ત્યાર બાદના પ્રદેશ પ્રમુખની આગેવાનીમાં કાંગ્રેસ વિપક્ષમાં બેઠી છે. તે હજી સુધી વિપક્ષમાં જ છે. 

  • પ્રબોધ રાવલ 1992 થી 1997
  • સી ડી પટેલ 1997 થી 2001
  • અમરસિંહ ચૌધરી 2001 થી 2002
  • શંકરસિંહ વાઘેલા 2002 થી 2004
  • બી કે ગઢવી 2004 થી 2005
  • ભરતસિંહ સોલંકી 2006 થી 2008 અને 2015 થી 2018
  • સિધ્ધાર્થ પટેલ 2008 થી 2011
  • અર્જુન મોઢવાડીયા 2011 થી 2015
  • ભરતસિંહ સોલંકી 2015 થી 2018 
  • હાલ અમિત ચાવડા કન્ટીન્યૂ 

હવે અમિત ચાવડાએ રાજીનામુ ધર્યુ છે, ત્યારે કોને માથે પ્રમુખની જવાબદારી આવે છે તેના પર સૌની નજર મંડરાયેલી છે. શું નવા પ્રમુખ કોંગ્રેસને સત્તા સુધી પહોંચાડશે. કોંગ્રેસ નવો ચહેરો લાવશે કે પછી જૂના જોગીને સ્થાન આપશે તે જોવુ રહ્યું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news