ગુજરાત કોંગ્રેસના નવા સંગઠનની જાહેરાત, 22 લોકોને બનાવ્યા ઉપાધ્યક્ષ

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ગુજરાત કોંગ્રેસના નવા સંગઠન પર અંતિમ મહોર મારી દીધી છે. 

 ગુજરાત કોંગ્રેસના નવા સંગઠનની જાહેરાત, 22 લોકોને બનાવ્યા ઉપાધ્યક્ષ

અમદાવાદઃ  છેલ્લા ઘણા સમયથી અટકાયેલા કોંગ્રેસના નવા સંગઠનની જાહેરાત કરી દેવામાં આવી છે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ ગુજરાતના સંગઠનના નવા અધિકારીઓની જાહેરત કરી દીધી છે. કુલ 402 સભ્યો ધરાવતા આ નવા માળખાને સંખ્યાની દ્રષ્ટિએ જમ્બો માળખું કહી શકાય. ગુજરાત કૉંગ્રેસનાં આ નવા માળખામાં 22 ઉપપ્રમુખ, 43 મહાસચિવ, 11 પ્રવક્તા, 169 સચિવ, 6 પ્રોટોકોલ સચિવ, 7 સંયુક્ત સચિવ, 48 એક્ઝિક્યુટિવ કમિટી મેમ્બરનો સમાવેશ થાય છે. ઉપરાંત 41 કાયમી આમંત્રિત સભ્યો, 54 સ્પેશિયલ આમંત્રિત સભ્યો અને 1 ખજાનચીનો સમાવેશ પણ કૉંગ્રેસનાં નવા માળખામાં થયો છે. 22 ઉપપ્રમુખોમાં જગદીશ ઠાકોર, સોમાભાઈ પટેલ, પુનાજી ગામિત, પ્રવિણ મારુ, જવાહર ચાવડા, ગોવા રબારી, બાબુ માંગુકિયાનો સમાવેશ થાય છે. તો નિશિથ વ્યાસ, ગેનીબહેન ઠાકોર, મહેન્દ્રસિંહ બારીયાને મહાસચિવ બનાવાયા છે. . 

22 ઉપપ્રમુખ

43 મહાસચિવ

11 પ્રવક્તા

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news