ગુજરાતમાં કોંગ્રેસે બોગસ વોટિંગ સહિત ગેરરીતિની 19 ફરિયાદ નોંધાવી, આ રહી સંપૂર્ણ યાદી

Gujarat Lok Sabha Chunav 2024: ગુજરાત કોંગ્રેસે રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં બોગસ વોટિંગ અને ગેરરીતિની 17 ફરિયાદો ચૂંટણી પંચમાં કરી છે. જેમાં પીએમ મોદી અને અમિત શાહ સામે પણ ચૂંટણીપંચમાં રજૂઆત કરાઈ છે. 

ગુજરાતમાં કોંગ્રેસે બોગસ વોટિંગ સહિત ગેરરીતિની 19 ફરિયાદ નોંધાવી, આ રહી સંપૂર્ણ યાદી

Gujarat Lok Sabha Chunav 2024: ગુજરાત સહિત દેશભરમાં આજે ત્રીજા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. ગુજરાતની પણ 26માંથી 25 બેઠકો પર મતદાન શાંતિપૂર્ણ રીતે ચાલી રહ્યું છે. જો કે આ દરમ્યાન ગુજરાત કોંગ્રેસે રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં બોગસ વોટિંગ અને ગેરરીતિની 19 ફરિયાદો ચૂંટણી પંચમાં કરી છે. જેમાં પીએમ મોદી અને અમિત શાહ સામે પણ ચૂંટણીપંચમાં રજૂઆત કરાઈ છે. જી હા...ચૂંટણી પંચ આ વખતે કોઈ બાધછોડ કરવા માંગતું નથી. કોઈ પોલિગ બૂથ પર ગેરરીતિ થતી હોય તો ફરિયાદો માટે 20 વકીલોની ટીમનો કંટ્રોલરૂમ ધમધમી રહ્યો છે.

No description available.

આજે મતદાનના દિવસે ગુજરાત કોંગ્રેસના પ્રમુખ શકિતસિંહ ગોહિલે જ્યારે વાસણ ગામના બુથમાં મતદાન કરવા ગયા ત્યારે ભાજપની નિશાનીવાળી પેન લઇને બેઠેલા ઉમેદવારના એજન્ટને લઇને વિરોધ દર્શાવ્યો હતો. જે વિડીયો સામે આવ્યો છે. જેમાં તેમણે ભાજપ ઉમેદવારના એજન્ટ પાસેથી પેન લીધા બાદ બુથમાં પ્રિ-સાઈડિંગ ઓફિસરને નિયમ મુજબ અમલ કેમ નથી કરવામાં આવતો તેવા સવાલ પણ કર્યો હતો.

ગોહિલે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, ભાજપ મતદાન/બૂથ પ્રતિનિધિઓ બૂથની અંદર કમળના પ્રતિક અને ભાજપના નેતાના ફોટાવાળી પેન કેવી રીતે રાખી શકાય? તમારે તાત્કાલિક સંજ્ઞાન લેવું જોઈએ અને કડક પગલાં લેવા જોઈએ. પેન લઈને બેઠેલા એજન્ટો સામે પોલીસ કેસ કરવાની શક્તિસિંહ ગોહિલ દ્વારા માંગણી કરાઈ છે. આ અંગે તેમણે ચૂંટણી પંચમાં ફરિયાદ પણ કરી છે.

— Shaktisinh Gohil MP (@shaktisinhgohil) May 7, 2024

ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં પાંચ વાગ્યા સુધીમાં સરેરાશ 51 ટકા મતદાન થયું છે. વલસાડમાં સૌથી વધુ તો અમરેલીમાં સૌથી ઓછુ મતદાન થયું છે. છેલ્લી ઘડીએ મતદાન વધારવા રાજકીય પક્ષોની કવાયત હાથ ધરી છે. મતદાન પૂર્ણ થવાને હવે માત્ર 30 મિનિટ જ બાકી છે. સાંજ પડતા જ મતદાન મથકો પર ફરી લાઈનો લાગી છે.  છેલ્લી ઘડીના મતદાન માટે મતદારો ઉમટ્યા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news