ગુજરાતમાં PM મોદીની સુરક્ષામાં સામે આવી પોલીસની ખુબ મોટી બેદરકારી

PM Modi Gujarat Visit: પ્રધાનમંત્રી મોદીની સુરક્ષામાં બેદરકારીઃ ફરજ પર આટલી મોટી બેદરકારી બદલ સુરત ડીસીપીને નોટિસ આપવામાં આવી. કયા કારણોસર આવી બેદરકારી થઈ તેનો પણ ખુલાસો લેવામાં આવશે.

ગુજરાતમાં PM મોદીની સુરક્ષામાં સામે આવી પોલીસની ખુબ મોટી બેદરકારી

Loksabha Election 2024: લોકસભાની ચૂંટણીઓને લઈને ગુજરાતમાં ઝંઝાવાતી પ્રચાર ચાલી રહ્યો છે. 7 મે ના રોજ યોજાનાર મતદાન પહેલાં ભાજપ અને કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષો પોતાની જીતને મજબૂત કરવા  માટે પ્રચાર પ્રસારને વેગ આપી રહ્યાં છે. એક તરફ કોંગ્રેસના મુખીયા રાહુલ ગાંધી ગુજરાતમાં પ્રચાર કરી રહ્યાં છે. તો બીજી તરફ દેશના પ્રધાનમંત્રી મોદી પોતાના ગૃહરાજ્ય ગુજરાતની તમામ 26 બેઠકો યથાવત રાખવા પ્રચાર કરી રહ્યાં છે. એવામાં ગુરુવારે પીએમ મોદી રાજ્યના જામનગર જિલ્લાની મુલાકાતે હતા ત્યારે તેમની સુરક્ષામાં મોટી બેદરકારી સામે આવી. 

વીવીઆઈપી સુરક્ષામાં પોલીસની મોટી બેદરકારીઃ
ઉલ્લેખનીય છેકે, જામનગરમાં વીવીઆઈપી સુપરવિઝનની જવાબદારી સોપાઈ હતી. રિહર્સલ વખતે પોઈન્ટ ઉપર બેરિકેડ સહિતની ક્ષતિઓ સામે આવી હતી. દેશના વડાપ્રધાન જુનાગઢ અને જામનગરની મૂલાકાતે હોય દરમિયાન સજ્જડ સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ હતી જેમાં અન્ય જીલ્લાના અધિકારીઓને પણ બોલાવ્યા હતા. જેમાં જામનગર ખાતે વીવીઆઈપી બંદોબસ્તના સુપરવિઝનની જેને જવાબદારી સોપાઈ હતી. તેવા સુરતના ડીસીપીની રિહર્સલ દરમિયાન રોડ બંદોબસ્ત, પોઈન્ટ ઉપર બેરીકેડ સહિતની ક્ષતિઓ જણાતા રાજકોટ રેન્જ આઈજીએ લેખિત નોટિસ પાઠવી છે.

ફરજ પર બેદરકારી બદલ લેવાશે પગલાંઃ
રાજકોટ રેન્જ આઈજી અશોક યાદવએ સુરત શહેર એસઓજીના ડીસીપી રાજદીપસિહ નકુમને પત્ર પાઠવ્યો હતો. જેમાં જણાવ્યું હતું કે વડાપ્રધાન બીજી તારીખે જામનગરની મુલાકાતે આવતા હોય વ્યવસ્થાના બંદોબસ્ત અર્થે ૩૦-૦૪-૨૦૨૪ના રીપોર્ટ કરવા જણાવ્યું હતું. જેમા ડીસીપીને એરફોર્સ ૦૧ તથા એરપોર્ટ બંદોબસ્ત તથા એરફોર્સથી સંતોષી માતાજીના મંદિર સુધીના રોડ બંદોબસ્તના સુપરવિઝનની જવાબદારી સોપવામાં આવેલ પરંતુ ૧ મેં ૨૦૨૪ના રોજ રીહર્ષલ યોજવામાં આવ્યું હતું. 

આ રિહર્સલમાં ખાસ કરીને સુપરવિઝનની જવાબદારી સંભાળનાર ડીસીપીએ યોગ્ય વ્યવસ્થા ગોઠવેલ ન હતી જાહેર પોઈન્ટ ઉપર બેરીકેટીંગ પણ કર્યું ન હતું. દીપ પોઈન્ટ યોગ્ય રીતે લગાવવામાં આવ્યા ન હતા, પોલીસ સ્ટાફ્ના કર્મચારીઓને બેરીકેડિંગની બહાર ઉભા રાખવામાં - આવેલ જે વ્યવહારુ દૃષ્ટીએ જોવા - જઈએ તો ૭૦ ટકા બેરિકેડની અંદર - અને ૩૦ ટકા બેરીકેટ બહાર હોવા જોઈએ જેનું સુપરવિઝન અધિરારી તરીકે ધ્યાન રાખવામાં આવેલ નથી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news