સવા બસો નેતાઓ મોદીને રિસીવ અને સી-ઓફ કરવા પહોંચ્યા, PMએ આપ્યો સીધો સંકેત

મોદીએ આ કારણોસર પ્રોટોકોલ સાઈડ રાખ્યોઃ પ્રધાનમંત્રી તરીકે કેટલાંક પ્રોટોકોલ ફરજિયાત હોય છે. કારણકે, આ મામલો સીધો તેમની સુરક્ષા સાથે જોડાયેલો હોય છે. જોકે, તેમ છતાં પીએમ મોદી પોતાની પરવાહ કર્યા વિના ઘણીવાર નાગરિકોને મળતા હોય છે. કારણકે, તેમને મન પ્રજા જ સર્વોપરી છે. તેઓ પોતાના નિવેદનોમાં પણ આ વાત ઘણીવાર કહી ચુક્યા છે.

સવા બસો નેતાઓ મોદીને રિસીવ અને સી-ઓફ કરવા પહોંચ્યા, PMએ આપ્યો સીધો સંકેત

ઝી બ્યૂરો, અમદાવાદઃ તમને લાગતું હોય કે ભાજપે જૂના જોગીઓને સાઈડલાઈન કરી દીધા છે પણ નવા નેતાઓ એ ના ભૂલે કે મોદીના આજે પણ તેઓ આંખ અને કાન છે. ગુજરાતમાં થતી નાનામાં નાની હલચલની માહિતી મોદી સુધી પહોંચે છે. ગુજરાતમાં સરકારથી લઈને સંગઠનમાં રહેલા માણસો દિલ્હી પીએમઓને દરેક બાબતોથી અવગત કરાવે છે. હાલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકસભા ચૂંટણી જાહેર થાય તે પહેલાં ગુજરાતની ચારેય દિશાઓમાં નવથી વધારે સ્થળે, કાર્યક્રમોમાં હાજરી આપી રહ્યાં છે. આ સપ્તાહમાં મોદી 2 વાર આવીને ગયા હજું મોદી ત્રીજીવાર પણ ગુજરાત આવી રહ્યાં છે. મોદી સારી રીતે જાણે છે કે એકવાર લોકસભાની ચૂંટણી જાહેર થઈ બાદમાં ગુજરાત આવી શકશે નહીં. એટલે જ એડવાન્સમાં ગુજરાતમાં કરોડો રૂપિયાના કામોના લોકાર્પણ કરી રહ્યાં છે.

આ નેતાઓને આમંત્રણ આપવા અપાઈ હતી સુચનાઃ
સામાન્યતઃ વડાપ્રધાનનો પ્રોટોકોલ અને સિક્યોરિટીને કારણે એરપોર્ટ, હેલિપેડ, કાર્યક્રમના સ્થળે રિસીવ અને સી-ઓફ કરવા આવનારાઓ મહાનુભાવો કે પદાધિકારીની સંખ્યા ક્યારેય ડબલ ડિજિટમાં હોતી નથી. પરંતુ, આ વખતે મહેસાણાના તરભમાં ચાર તબક્કે ૧૦૪ આગેવાનો હતા. તેવી જ રીતે નવસારીમાં પણ ૬૦થી વધુ અને જામનગરમાં પણ ૬૫ જેટલા જાણીતા ચહેરાઓ સાથેની તસવીરો બહાર આવી છે. આમ મોદીએ જૂના જોગીઓને યાદ રાખ્યા છે અને એમની હાજરી એ સંકેત છે કે મોદીને હજુ જૂના નેતાઓ યાદ છે. મોદીએ ખાસ આ તમામ નેતાઓને આમંત્રણ આપવાની સૂચના આપી હોવાની ચર્ચા છે.

સ્થાનિક નેતાઓ કે સરકાર પ્રોટોકોલને તોડીને મોદી સમક્ષ જૂના જોગીઓને હાજર રાખે તેવી સંભાવના ઘણી ઓછી છે. મોદી લોકસભા પહેલાં એ સીધો સંદેશ આપવા માગે છે કે ભાજપને હજુ પણ તમારી જરૂર છે અને તમે સાઈડલાઈન નથી. ભાજપમાં આજે પણ તમારું વર્ચસ્વ છે. લોકસભામાં 26માંથી 26 બેઠકો જીતવી હોય તો જૂના નેતાઓની રણનીતિ વિના એ શક્ય નથી. અમિત શાહે પણ નવા નેતાઓને બદલે જૂના નેતાઓ પર ભરોસો મૂક્યો છે. તમે પ્રભારી લિસ્ટ ચેક કરશો તો ખબર પડશે કે જૂના નેતાઓને જવાબદારીઓ અપાઈ છે.

પીએમ મોદીએ આપ્યો સીધો સંકેતઃ
મોદી ફરીવાર રાજકોટમાં આવ્યા ત્યારે પણ તેમણે એટલા જ નેતા, કાર્યકરો અને જૂનાજોગીઓ થકી વેલકમ અને વિદાય મેળવી હતી. કહેવાય છે કે, ત્રણ દિવસના ગુજરાતમાં લોકાર્પણો, ખાતમુહૂર્ત અને દેવસ્થાનોના કાર્યક્રમો વખતે મોદીએ ભાજપમાં નવી પેઢી બદલવા, જનરેશન ચેન્જ તબક્કે સવા બસોથી વધુ જૂના સાથીઓને મળી "હું તમને ભૂલ્યો નથી" એ સંકેત આપ્યો છે. જેથી નવી પેઢી છાકટી થાય નહીં, આમ મોદીએ આ મુલાકાતો સમયે સીધો સ્પષ્ટ સંદેશ સરકાર અને સંગઠનને આપ્યો છે કે દરેકને સાથે લઈને ચાલો... જૂના જોગીઓને અવગણવા તમને ભારે પડી શકે છે. આજની યુવા પેઢીની જરૂર છે પણ ઘરડાં જ ગાડાં વાળે તેમ ચૂંટણીઓ જીતવા માટે તેમની રણનીતિઓ જ કામે લાગે.... જૂના નેતાઓની જ કોઈ બે આંખની શરમ ભરશે. આજના યુવા નેતાઓ કામ કરી જાણે છે પણ હજપણ પીઢ નેતાઓ જેવી મેચ્યોરિટીનો અભાવ છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news