બદલાઈ ગુજકેટની તારીખ, 30 માર્ચે નહિ લેવાય એક્ઝામ

ગુજકેટની પરીક્ષા 30 માર્ચના રોજ યોજાવાની હતી, જેને બદલે હવે 4 એપ્રિલે યોજાશે. 30 માર્ચે CBSEની પરીક્ષા હોવાથી આ ફેરફા કરવામાં આવ્યો છે. 

બદલાઈ ગુજકેટની તારીખ, 30 માર્ચે નહિ લેવાય એક્ઝામ

અતુલ તિવારી/અમદાવાદ : ગુજકેટ (ગુજરાત કોમન એન્ટ્રરન્સ ટેસ્ટ)ની પરીક્ષાની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ગુજકેટની પરીક્ષા 30 માર્ચના રોજ યોજાવાની હતી, જેને બદલે હવે 4 એપ્રિલે યોજાશે. 30 માર્ચે CBSEની પરીક્ષા હોવાથી આ ફેરફા કરવામાં આવ્યો છે. પરીક્ષાની તારીખ બદલાતા વિદ્યાર્થીઓ આનંદમાં આવી ગયા છે. 

ગુજરાત માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બૉર્ડ દ્વારા ગુજકેટની તારીખ બદલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 30 માર્ચે CBSEની પરીક્ષાને કારણે ગુજકેટની પરીક્ષાની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે. તેથી હવે 30 માર્ચ, શનિવારના બદલે 4 એપ્રિલ, ગુરુવારના રોજ પરીક્ષા યોજાશે.

આ પરીક્ષા અલગ અલગ ચાર ઝોનમાં કાર્યક્રમ યોજાશે. આ વર્ષે સાયન્સમાં દોઢ લાખ કરતા વધુ વિદ્યાર્થીઓ નોંધાય તેવી શક્યતા છે. ઉલ્લેખનીય છે કે, ધોરણ-12 સાયન્સ બાદ વિવિધ સ્ટ્રીમમાં એડમિશન લેવા માટે ગુજકેટની પરીક્ષા લેવામાં આવતી હોય છે. જેના બાદ વિદ્યાર્થીઓ એન્જિનીયરિંગ, ડિગ્રી-ડિપ્લોમા વગેરે સ્ટ્રીમમાં એડમિશન મેળવી શકે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news