સોખડા મંદિરમાં સત્તાનો વિવાદ : હાઈકોર્ટે પ્રબોધસ્વામીના જૂથને આપી રાહત, 11 જુલાઈ સુધી આશ્રમમાં રહી શકશે

Highcourt News : સોખડા હરિધામ મંદિરની સત્તા અને ગાદીનો વિવાદ મામલે હાઈકોર્ટમાં થયેલી હેબિયસ કૉર્પસ પિટિશન પર આજે સુનાવણી થઈ હતી. જેમાં પ્રબોધ સ્વામી જૂથે કોર્ટ પાસેથી સમયની માંગ કરી હતી

સોખડા મંદિરમાં સત્તાનો વિવાદ : હાઈકોર્ટે પ્રબોધસ્વામીના જૂથને આપી રાહત, 11 જુલાઈ સુધી આશ્રમમાં રહી શકશે

આશ્કા જાની/અમદાવાદ :સોખડા હરિધામ મંદિરમાં સંતોના રહેવા મુદ્દે વિવાદ પર આજે હાઇકોર્ટમાં સુનાવણી થઈ હતી. પ્રબોધ સ્વામીના વકીલે કોર્ટમાં રજૂઆત કરી હતી કે, સાધુ સંતોને આશ્રમમાં રહેવા દેવાય. ત્યારે હેબિયર્સ કોપર્સની અરજીનો કોર્ટે નિકાલ કર્યો છે. હાઇકોર્ટ પ્રબોધ સ્વામીના જુથને આંશિક રાહત આપી છે. તેમજ 11 જુલાઈ સુધી સંતો અને હરિભક્તોને આશ્રમમાં રહેવાની પરમિશન આપી છે. 

સોખડા હરિધામ મંદિરની સત્તા અને ગાદીનો વિવાદ મામલે હાઈકોર્ટમાં થયેલી હેબિયસ કૉર્પસ પિટિશન પર આજે સુનાવણી થઈ હતી. જેમાં પ્રબોધ સ્વામી જૂથે કોર્ટ પાસેથી સમયની માંગ કરી હતી. ત્યારે તેમની આ માંગનો પ્રેમસ્વરૂપ સ્વામી જૂથ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. નિર્ણય નગર અને બાકરોલમાં સંતો અને સાધ્વીઓને રોકવાની કરેલી વ્યવસ્થા હટાવવા પ્રેમ સ્વરૂપ સ્વામીએ માંગ કરી હતી.

ત્યારે આ મામલે કોર્ટે પ્રબોદ સ્વામી જૂથને 11 જુલાઈ સુધીની મુદ્દત આપી છે. કોર્ટે કહ્યુ કે, 11 જુલાઇ સુધી સંતો અને સાધ્વીઓ જ્યાં છે ત્યાં રહી શકશે. 

સાથે જ હાઈકોર્ટે હેબિયર્સ કોપર્સની અરજીનો કોર્ટે નિકાલ કર્યો છે. કોર્ટે કહ્યું કે  હેબિયસ કોર્પ્સ પિટિશનના કાર્યક્ષેત્ર પ્રમાણે સંતો અને સાધ્વીઓને ગેરકાયદેસર અટકાયતમાંથી મુક્ત કરાવવામાં આવ્યા છે આથી હવે આ અરજી ચાલુ રાખવાનો અર્થ નથી. સમગ્ર મામલે વધુ સુનાવણી 11 જુલાઇના રોજ હાથ ધરાશે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news