'અમદાવાદને અદાણીબાદ કેમ નથી કરતા?' કહી આ નેતાએ ભાજપ પર સાધ્યું નિશાન

કેટી રામારાવે રઘુબર દાસની ટિપ્પણી પણ સમાચાર એજન્સી એએનઆઇના એક ટ્વીટને ટેગ કરતા ટ્વીટ કર્યું કે, તમે પહેલા અમદાવાદનું નામ અદાણીબાદ કેમ બદલતા નથી? કોણ છે આ ઝુમલા જીવ?

'અમદાવાદને અદાણીબાદ કેમ નથી કરતા?' કહી આ નેતાએ ભાજપ પર સાધ્યું નિશાન

નવી દિલ્હી: રવિવારે ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણી બેઠકમાં પાર્ટી કાર્યકર્તાઓને સંબોધન કરતા પીએમ મોદી દ્વારા તેલંગાણાની રાજધાની હૈદરાબાદનો ઉલ્લેખ હૈદરાબાદ નહીં પરંતુ ભાગ્યનગર તરીકે કર્યો હતો. ત્યારબાદ તેલંગાણાના મંત્રી અને સીએમ કેસીઆરના પુત્ર કેટી રામારાવે તીખી પ્રતિક્રિયા આપી હતી. જોકે, 1 જુલાઈના ભાજપના એક નેતા દ્વારા આગામી ચૂંટણીમાં રાજ્યમાં ભગવા બ્રિગેડ સત્તામાં આવતા જ હૈદરાબાદના નામને બદલવાની ચર્ચા કર્યા બાદ રામારાવની આ પ્રતિક્રિયા સામે આવી હતી.

ભાજપ નેતા અને ઝારખંડના પૂર્વ સીએમ રઘુબર દાસ પર નિશાન સાધતા કેટી રામારાવે કહ્યું કે, 'જે લોકો બોલ્યા છે કે જો તેમની પાર્ટી તેલંગાણા વિધાનસભા ચૂંટણી જીતે છે તો હૈદરાબાદનું નામ બદલવામાં આવશે, તેઓ અમદાવાદનું નામ અદાણીબાદ કેમ નથી કરતા?' તેમણે આ નિવેદનમાં આડકતરો ઉલ્લેખ કર્યો કે ભાજપનો શાસિત અને પીએમ મોદીના ગૃહ રાજ્ય ગુજરાત અને કરોડપતિ ગૌતમ અદાણી પણ તે રાજ્યમાંથી જ આવે છે.

કેટી રામારાવે રઘુબર દાસની ટિપ્પણી પણ સમાચાર એજન્સી એએનઆઇના એક ટ્વીટને ટેગ કરતા ટ્વીટ કર્યું કે, તમે પહેલા અમદાવાદનું નામ અદાણીબાદ કેમ બદલતા નથી? કોણ છે આ ઝુમલા જીવ?

Who is this Jhumla Jeevi by the way? https://t.co/xD8y6mrfUi

— KTR (@KTRTRS) July 3, 2022

હૈદરાબાદના નામ બદલવા પર ચર્ચા ત્યારે તેજ થઈ જ્યારે પીએમ મોદીએ તેલંગાણાની રાજધાનીને ભાગ્યનગર તરીકે સંદર્ભિત કરવામાં આવ્યું. હૈદરાબાદમાં બે દિવસીય ભાજપ રાષ્ટ્રીય કાર્યકારિણી બેઠક દરમિયાન પાર્ટી કાર્યકર્તાઓને સંબોધિત કરતા પીએમ મોદીએ કહ્યું કે, ક્રાંતિકારી સ્વાતંત્ર્ય સેનાની સરદાર પટેલે ભાગ્યનગર (હૈદરાબાદ) માં 'એક ભારત' શબ્દની રચના કરી હતી.

આ ભાજપના કેટલાક નેતાઓ અને પાર્ટીના વૈચારિક માર્ગદર્શન આરએસએસ અથવા રાષ્ટ્રી સ્વયંસેવક સંઘ દ્વારા હૈદરાબાદનું નામ બદલીને ભાગ્યનગર કરવાની માંગ બાદ બન્યું છે. ઉત્તર પ્રેદશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ગ્રેટર હૈદરાબાદ નગર નિગમ ચૂંટણી માટે તેમના અભિયાન દરમિયાન હૈદરાબાદનું નામ ભાગ્યનગરમાં બદલવા માટે મતદારોને ભાજપને મત આપવા માટે કહ્યું હતું.

ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના નેતા રઘુબર દાસે શુક્રવાર (1 જુલાઈ) ના કહ્યું કે, જો તેલંગાણામાં પાર્ટી સત્તામાં આવે છે તો હૈદરાબાદનું નામ બદલી ભાગ્યનગર કરવામાં આવશે.

રઘુબર દાસને જ્યારે પૂછવામાં આવ્યું કે શું હૈદરાબાદનું નામ બદલી ભાગ્યનગર કરવામાં આવશે, ત્યારે તેમણે કહ્યું- નિશ્ચિત રૂપે છેલ્લા બે દિવસથી જે હું જોઈ રહ્યો છું, ભલે તે વેપારી હોય કે પછી સામાન્ય લોકો, તેમનામાં ટીઆરએસ સરકાર પ્રત્યે ઘણો રોષ જોવા મળી રહ્યો છે.

વધુમાં કહ્યું- આ એટલા માટે થઈ રહ્યું છે કારણ કે, આ સરકાર પરિવારવાદની રાજનીતિમાં વિશ્વાસ કરે છે અને માત્ર પરિવારનું જ વિચારે છે. તેઓ તેલંગાણાના લોકોના કલ્યાણ વિશે વિચારતા જ નથી. તેથી લોકો ભાજપના પક્ષમાં છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news