રાજ્યના અનેક શહેરોના તાપમાનનો પારો 41ને પાર, કંડલા સૌથી ગરમ

રાજ્યમાં ગરમીનો પારો આસમાને જઈ રહ્યો છે. લોકો આ ગરમીથી ખૂબ પરેશાન જોવા મળી રહ્યાં છે. 

રાજ્યના અનેક શહેરોના તાપમાનનો પારો 41ને પાર, કંડલા સૌથી ગરમ

અમદાવાદઃ રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે. લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. રાજ્ય ભરમાં તાપમાનનો પારો ઉંચકાયો છે. રાજ્યના મોટાભાગના શહેરમાં તાપમાન 41  પાર રહ્યું છે. રાજ્યમાં સૌથી વધુ તાપમાન કંડલા એરપોર્ટ પર નોંધાયું છે. કંડલા એરપોર્ટ પર તાપમાન 43.7 ડિગ્રી નોંધાયું છે. તો અમરેલીમાં તાપમાન 43.4 ડિગ્રીએ પહોંચ્યું. જ્યારે રાજકોટનું તાપમાન 43 ડિગ્રી છે. અમદાવાદ 42.4, ગાંધીનગર 42.5 અને ઇડરનું 42.2 તાપમાન નોંધાયું. સુરેન્દ્રનગરમાં 42.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે. તો ભાવનગરમાં 39.9 અને ભૂજમાં 41.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news