કોંગ્રેસને નારાજ નહી કરે કુમાર સ્વામી: રાહુલ-સોનિયાનાં માર્ગદર્શનમાં બનશે CM

JDS નેતા પોતાની જુની ભુલને બેવડાવવા નથી માંગતા, માટે તે હવે કોંગ્રેસ સાથે શાલિનતાાથી અને સમજદારી પુર્વક વર્તશે

કોંગ્રેસને નારાજ નહી કરે કુમાર સ્વામી: રાહુલ-સોનિયાનાં માર્ગદર્શનમાં બનશે CM

નવી દિલ્હી : જેડીએસ નેતા એચડી કુમાર સ્વામી હવે કોઇ જુની ભુલ ફરીથી કરવા નથી માંગતા જેનાં કારણે પહેલા તેમણે સત્તામાંથી નિકળવું પડ્યું હતું. તેમણે સ્પષ્ટ કહ્યું કે કોંગ્રેસ અને જેડીએસ વચ્ચે હવે મુખ્યમંત્રી પદનાં મુદ્દે કોઇ રોટેશન નહી હોય. આ રોટેશનનાં કારણે 2007માં ભાજપની સાથે તેમનું ગઠબંધન તુટી ગયું હતું. શનિવારે રાત્રે નવી સરકારમાં પદની વહેંચણી મુદ્દે કોંગ્રેસ અને જેડીએસ નેતાઓ વચ્ચે બેઠક યોજાઇ હતી. જેમાં નક્કી થયું કે ડેપ્યુટી સીએમનું પદ કોંગ્રેસને આપવામાં આવશે. 
કુમાર સ્વામી 23 મેનાં રોજ કર્ણાટકનાં મુખ્યમંત્રી પદનાં શપથ લેશે. પહેલા સમાચાર હતા કે તેઓ સોમવારે જ શપથ લેશે પરંતુ ત્યાર બાદ તેમણે શપથ ગ્રહણનો કાર્યક્રમ ટાળી દીધો હતો. આ કાર્યક્રમમાં તેમણે અન્ય રાજ્યોનાં ઘણા મોટા નેતાઓને આમંત્રીત કર્યા છે. 
2007માં ભાજપ અને જેડીએસ એલાયન્સથી કર્ણાટકમાં સરકાર બની હતી. બંન્ને દળોએ નિશ્ચિત કર્યું હતું કે મુખ્યમંત્રી પદ પર રોટેશન રહેશે. એટલે કે એકવાર જેડીએસ નેતા મુખ્યમંત્રી હશે થોડા સમય બાદ ભાજપનાં. પહેલા કુમાર સ્વામી મુખ્યમંત્રી બન્યા હતા પરંતુ ભાજપે આરોપ લગાવ્યો કે તેનાં દળના મંત્રીનો વારો આવ્યો તો કુમાર સ્વામીએ ટેકો પાછો ખેંચી લીધો હતો. સરકાર પડી ભાંગી. આથી જ કુમાર સ્વામીએ આ ફોર્મ્યુલા નકારી હતી. 
સોમવારે સોનિયા અને રાહુલ સાથે કુમાર સ્વામીની મુલાકાત
વિધાનસભા ચૂંટણીનાં પરિણામો આવતાની સાથે જ કોંગ્રેસ પોતાની હાર સ્વિકારતા જેડીએસને શરત વગર સમર્થન આપવા માટેની ઓફર કરી હતી. જો કે ભાજપની ત્રણ દિવસની સરકાર પડ્યા બાદ હવે કોંગ્રેસ કહી રહી છે કે તે રાષ્ટ્રીય પાર્ટી છે માટે તેને પોતાની ગરમી અનુસાર પદ અને મંત્રીપદ મળવા જોઇએ. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news