સૌરાષ્ટ્રમાં મેઘ મહેર : ગીરની શાંગાવાડી નદીમાં પૂર, કોડીનારમાં મકાન પર વીજળી ત્રાટકી

સૌરાષ્ટ્રમાં ચોમાસાની મહેર વરસી છે. સૌરાષ્ટ્રના અનેક ભાગોમાં મન મૂકીને વરસાદે દસ્ત આપી છે. ત્યારે ગીર-ગઢડાના થોરડી ગામ પાસે આવેલી શાંગાવાડી નદીમાં પૂર આવ્યા છે. ગીર જંગલમાં વધુ વરસાદ હોવાને કારણે નદીમાં પૂરની સ્થિતિ ઉભી થઈ છે. 

સૌરાષ્ટ્રમાં મેઘ મહેર : ગીરની શાંગાવાડી નદીમાં પૂર, કોડીનારમાં મકાન પર વીજળી ત્રાટકી

અમદાવાદ :સૌરાષ્ટ્રમાં ચોમાસાની મહેર વરસી છે. સૌરાષ્ટ્રના અનેક ભાગોમાં મન મૂકીને વરસાદે દસ્ત આપી છે. ત્યારે ગીર-ગઢડાના થોરડી ગામ પાસે આવેલી શાંગાવાડી નદીમાં પૂર આવ્યા છે. ગીર જંગલમાં વધુ વરસાદ હોવાને કારણે નદીમાં પૂરની સ્થિતિ ઉભી થઈ છે. 

કોડીનારમાં વીજળી પડી
ગીર-સોમનાથમાં સર્વત્ર ભારે વરસાદ પડી રહ્યો છે. કોડીનારના આંણદપુર ગામે વીજળી પડવાની ઘટના બની છે. પંચાયત કચેરી અને એક મકાન પર વીજળી પડી છે. જેને કારણે 10 લોકોને ઈજા પહોંચી છે. તો એક વ્યક્તિને ગંભીર ઈજા પહોંચી છે. 

વિવિધ વિસ્તારોમાં વરસાદ
અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો છે. મોટાભાગના વિસ્તારોમાં સર્વત્ર વરસાદ વરસી રહ્યો છે. રાજુલાના જૂની માંડરડી, આગરિયા,કોટડી, ધારેશ્વરમાં ધીમી ધારે વરસાદ શરૂ છે. તો જાફરાબાદના લોર, પીછડી, એભલવડ અને માણસામા પણ ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે. ગીર સોમનાથના વેરાવળ સહિત સમગ્ર જિલ્લામાં મધ્યરાત્રિથી મેઘરાજાની અવિરત સવારી ચાલુ છે. તો સુત્રાપાડા અને ઉનામાં 2 કલાકમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. છેલ્લા બે કલાકમાં 2 ઇંચ વરસાદ વરસી પડ્યો છે. ભાવનગરના મહુવામાં પણ વહેલી સવારથી ઝરમર વરસાદ વરસી રહ્યો છે. જોકે, વાવણીલાયક વરસાદ વરસવાથી ખેડૂતોને ખુશીના સમાચાર મળ્યા છે. 

  • છેલ્લા 24 કલાક નો વરસાદ
  • અંજારમાં 13 મીમી વરસાદ 
  • ભચાઉમાં 2 મીમી વરસાદ
  • ગાંધીધામમાં 8 મીમી વરસાદ
  • માંડવીમાં 15 મીમી વરસાદ
  • મુન્દ્રામાં 2 મીમી વરસાદ
     

લેટેસ્ટ ન્યૂઝ જાણવા જુઓ લાઇવ ટીવી

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news