હવામાન વિભાગે વાયુ વાવાઝોડાનું લેટેસ્ટ બુલેટિન જાહેર કર્યું, જાણો શું માહિતી આપી

ગઈકાલે મધરાતે વાયુ વાવાઝોડુ કચ્છમાં ત્રાટક્યું હતું. વાયુ વાવાઝોડું ધીમે ધીમે નબળુ પડતું ગયું હતું અને સમય જતાં હવે તેની તીવ્રતા સતત ઘટતી જઈ રહી છે. વાયુને કારણે રાજ્યના અલગ અલગ વિસ્તારમાં વરસાદ પણ પડ્યો હતો. ત્યારે વાયુ વાવાઝોડાને લઈને હવામાન વિભાગે છેલ્લુ બુલેટિન જાહેર કર્યું છે. 

Updated By: Jun 18, 2019, 08:43 AM IST
હવામાન વિભાગે વાયુ વાવાઝોડાનું લેટેસ્ટ બુલેટિન જાહેર કર્યું, જાણો શું માહિતી આપી

અમદાવાદ :ગઈકાલે મધરાતે વાયુ વાવાઝોડુ કચ્છમાં ત્રાટક્યું હતું. વાયુ વાવાઝોડું ધીમે ધીમે નબળુ પડતું ગયું હતું અને સમય જતાં હવે તેની તીવ્રતા સતત ઘટતી જઈ રહી છે. વાયુને કારણે રાજ્યના અલગ અલગ વિસ્તારમાં વરસાદ પણ પડ્યો હતો. ત્યારે વાયુ વાવાઝોડાને લઈને હવામાન વિભાગે છેલ્લુ બુલેટિન જાહેર કર્યું છે. 

હવામાન વિભાગે કહ્યું કે, વાયુનું ડિપ ડિપ્રેશન કચ્છના નલિયા ખાતે પહોંચ્યું છે. જેને પગલે સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ દરમિયાન પવનની ગતિ 30-40 પ્રતિ કલાક રહેશે. જોકે, માછીમારોને હજુ પ 12 કલાક દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. 

ભરૂચ : ડોક્ટરની હડતાળ વચ્ચે સારવાર ન મળતા 17 વર્ષના કિશોરનું મોત

દ્વારકામાં વાયુનુ સંકટ ટળ્યું
દ્વારકામાંથી વાયુના ડિપ્રેશનનું સંકટ સંપૂર્ણપણે ટળી ગયું છે. આજ સવારથી વાતાવરણ સામાન્ય પરિસ્થિતિમાં આવી ગયું છે. તો દ્વારકામાં ડિપ્રેશનની પણ ખાસ અસર જોવા ન મળી. દરિયામાં પવનની ગતિ અને મોજા પણ આજે રાબેતા મુજબ જોવા મળ્યા છે. આફતનું સંકટ ટળતા આજે દ્વારકામાં યાત્રાળુઓનો ધસારો વધ્યો છે. તકેદારી માટે ગોમતીઘાટ સહિતના વિસ્તારોમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. દ્વારકામાં રાત્રિ દરમિયાન છૂટાછવાયા વરસાદી ઝાપટા પડ્યા છે. પવન અને હળવાથી મધ્યમ વરસાદની આગાહી હજી પણ યથાવત છે. સંકટ ટળી જતા હવે NDRFની 3 જેટલી ટીમો આવતીકાલે રવાના થશે. માછીમારોને હાલ વેકેશન હોવાથી દરિયો નહિ ખેડે. 

ઉલ્લેખનીય છે કે, વાયુ વાવાઝોડાનું કચ્છ પરથી સંકટ ટળ્યું છે. ગઈકાલે જખૌ બંદરથી લોકોને સ્થળાંતર કરાવાયા હતા. વાયુનું દબાણ ઓછું થઈ જતા ફક્ત વરસાદની શકયતાના પગલે તંત્ર એલર્ટ રહ્યું છે. આજે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેથી દરિયાઈ વિસ્તારની નજીકના લોકોને સતર્ક કરાયા છે. કંડલા પોર્ટ નજીકના વિસ્તારમાં 15થી વધુ બસોમાં લોકોને સ્થળાંતરીત કરાવાયા હતા. તો નલિયા પાસેના જખૌ બંદર પરના 70 જેટલા લોકોને જખૌ બંદરથી ખસેડવામાં આવ્યા હતા. 

તો બીજી તરફ, ઉનામાં ગઈકાલથી ભારે વરસાદ વરસી રહ્યો છે. રાત્રિ દરમિયાન સતત અવિરત વરસાદ પડી રહ્યો છે અને આજે સવારે પણ ભારે વરસાદ છે.