માર્કેટમાં લોકો કાળી શેરડી ખરીદવા કરી રહ્યા છે પડાપડી કારણ કે...

મકરસક્રાંતિ નિમિતે ચીકી, ઊંધિયું તો પતંગરસિકો માટે હોય જ છે

Punita Vaidya Punita Vaidya | Updated: Jan 13, 2018, 03:56 PM IST
માર્કેટમાં લોકો કાળી શેરડી ખરીદવા કરી રહ્યા છે પડાપડી કારણ કે...
પ્રતિકાત્મક તસવીર

અમરેલી : મકરસક્રાંતિનો પાવન અવસર આવતીકાલે હોવાથી અમરેલીની બજારોમાં કાળી શેરડીની બજારો ભરાઈ છે. મકરસક્રાંતિ નિમિતે ચીકી, ઊંધિયું તો પતંગરસિકો માટે હોય જ છે પણ કાળી શેરડી ખાવાની પ્રણાલી સૌરાષ્ટ્રમાં વધુ હોય છે ત્યારે દર વર્ષ કરતા આ વર્ષે કાળી શેરડીની બજારોમાં આવક વધુ છે તો ખરીદી પણ પુષ્કળ પ્રમાણમાં થઇ રહી છે.

મકરસક્રાંતિ ના અવસરે લોકોને શેરડી વધુ રસવાળી લગતી હોય છે ત્યારે અમરેલી ની બજારોમાં કાળી શેરડીની ધૂમ આવક થઇ છે. ઓણસાલ કરતા કાળી શેરડી સસ્તી હોવાથી કાળી શેરડીની ડીમાન્ડ પણ વધુ છે અને લોકો હોંશેહોંશે કાળી શેરડી ખરીદી રહ્યા છે. દર વર્ષે ૧૦૦ રૂપિયાની કિંમતે કાળી શેરડીનું એક રાડું મળતું હતું પણ ઓણસાલ ફક્ત ૫૦થી ૬૦ રૂપિયામાં કાળી શેરડી મળતા શેરડીના વેચાણમાં વધારો થયો છે અને સસ્તી શેરડી ખરીદાઈ રહી છે.

કાળી શેરડી ખાવાની મજા અનેરી હોય છે રસમાં મીઠી મધુર હોય છે અને તે ખાવા સાથે દાનપુણ્ય માં પણ આપવામાં આવે છે. આ કારણે મકરસંક્રાંતિમાં કાળી શેરડીની બોલબાલા છે.