ઇડરમાં હની ટ્રેપનો કિસ્સો સામે આવ્યો, અજાણી યુવતીનો મેસેજ આવે તો લપસી ના પડતા

સાબરકાંઠા જિલ્લાના ઇડરમાં હની ટ્રેપનો કિસ્સો સામે આવ્યો છે. સોશીયલ મીડીયા આધારે સંપર્ક કરીને પચ્ચીસથી વધુ લોકોને હની ટ્રેપમાં ફસાવી પૈસા પડાવતી ટોળકીને ઇડર પોલીસે ઝડપી લીધી હતી. ઇડર પોલીસે સાત મહીલાઓ સહીત અગીયાર શખ્શોની ધરપકડ કરીને તપાસ હાથ ધરી છે.

ઇડરમાં હની ટ્રેપનો કિસ્સો સામે આવ્યો, અજાણી યુવતીનો મેસેજ આવે તો લપસી ના પડતા

શૈલેષ ચૌહાણ, હિમતનગર: સાબરકાંઠા જિલ્લાના ઇડરમાં હની ટ્રેપનો કિસ્સો સામે આવ્યો છે. સોશીયલ મીડીયા આધારે સંપર્ક કરીને પચ્ચીસથી વધુ લોકોને હની ટ્રેપમાં ફસાવી પૈસા પડાવતી ટોળકીને ઇડર પોલીસે ઝડપી લીધી હતી. ઇડર પોલીસે સાત મહીલાઓ સહીત અગીયાર શખ્શોની ધરપકડ કરીને તપાસ હાથ ધરી છે. ટોળકી એ સુરત અમદાવાદ અને વડોદરા સહીતના વિસ્તારોના લોકોને પણ પોતાના શિકાર બનાવી લાખ્ખો રૂપીયા પડાવ્યા હોવાનુ સામે આવ્યુ છે.

જો તમે સોશિયલ મીડીયામાં અજાણી યુવતીનો મેસેજ આવે તો લપસી ના પડતા નહી તો આબરુ અને પૈસા બંને લુંટાવવાની નોબત સર્જાશે. કંઇક આવો જ કિસ્સો સાબરકાંઠા જીલ્લાના ઇડરમાં સામે આવતા પોલીસે આખીય ટોળકીને જેલના હવાલે કરી છે. ઇડરના ફીંચોડ ગામના એક યુવકને આવી જ રીતે સોશિયલ મીડીયાના મારફતે સંપર્ક કર્યો હતો અને તેને પોતાની મીઠી વાતોની જાળમાં ફસાવી મિત્રતા કરી લીધી હતી અને બાદમાં મિત્રતા શારીરીક સંબંધ સુધી પહોંચી ગઇ હતી. 

સંબંધો જેવા ચાર દીવાલોની વચ્ચે સુધી પહોંચતા જ યુવતીએ પોતાનુ અસલી પોત પ્રકાશ્યુ હતું તો તેની સાથેની ટોળકીએ યુવકને અમદાવાદ ક્રાઇમ બ્રાંચનો અધિકારી હોવાનુ ગણાવી અને સાથે એક મહીલા પત્રકાર હોવાનુ અને વકીલ પણ હોવાનુ દર્શાવી ડરાવી મુક્યો હતો અને દસ લાખ રૂપિયાની માંગ કરી હતી. 

દસ લાખ રૂપીયાની રકમ પડાવવા માટે ટોળકી તમામ પાત્રો નકલી ગોઠવી રાખ્યા હતા અને યુવતીના માતા અને પિતા પણ નકલી સામે આવ્યા હતા. તો વળી નકલી પત્રકાર અને નકલી વકીલથી માંડીને નકલી પોલીસ અધીકારી પણ તૈયાર હતા. જોકે પોલીસે પીડીત યુવકની ફરીયાદ નોંધીને ટોળકીને દશ લાખ રૂપીયા સમાધાનમાં લેવા માટે બોલાવ્યા હતા અને ટોળકીને પોલીસે ઝડપી લીધી હતી. ટોળકીએ અમદાવાદ, સુરત, વડોદરા, ગાંધીનગર, પાટણ, મોડાસા, વિગેરે વિસ્તારોમાં પ્રતિષ્ઠીત વ્યક્તિઓને હની ટ્રેપમાં ફસાવી લાખ્ખો રૂપીયા પડાવી પાડ્યા હોવાની કબુલાત કરેલ છે.

પોલીસે તો શરૂઆતમાં જાણે કે અમદાવાદ ક્રાઇમ બ્રાંચના અધિકારી અસલી હોવાનુ માની લઇને જ ફરીયાદ નોંધવીદીધી હતી અને તે પોલીસ અધિકારીની શોધખોળ પણ શરૂ કરી દીધી હતી. સાબરકાંઠા પોલીસે ક્રાઇમ બ્રાંચના અધીકારી જ પૈસા પડાવવાની ટોળકીમાં સામે હોવાનુ માની લઇને રાજ્ય સેવક તરીકેની ફરજ અને હોદ્દાનો દુરુપયોગ કર્યો હોવાનો ગુન્હો પણ દર્જ કર્યો હતો. 

જોકે પોલીસને જ્યારે ટોળકી સામે આવી ત્યારે નકલી પોલીસ અધીકારીનુ ખુલ્યુ હતું. તો નકલી પત્રકાર હોવાનુ પણ સામે આવ્યુ હતું. ઇડર પોલીસે સાત જેટલી મહીલાઓની ધરપકડ કરી લીધી હતી અને જેની તપાસ હાથ ધરતા અનેક અધીકારીઓ, શિક્ષકો અને વકીલો ઉપરાંત ડોક્ટરોને પણ આ ટોળકીએ પોતાના શિકાર બનાવ્યા હોવાનુ ખુલ્યુ હતુ. 

પોલીસના મુજબ ઇડરના જ એક અધીકારી અને અને શિક્ષણ વિભાગના પણ એક કર્મચારી પણ ટોળકીનો ભોગ બની હોવાનુ સામે આવ્યુ હતુ અને જેને લઇને આખરે પોલીસે ટોળકીને ઝડપી લેવા માટે પ્રયાસો શરુ કર્યા હતા આ દરમ્યાન એક યુવકની ફરીયાદ આધારે ટોળકીને ઝડપી લીધી હતી. ટોળકીએ પચ્ચીસ જેટલા લોકોને શિકાર બનાવી દોઢ લાખથી લઇને ચૌદ લાખ રૂપીયા સુધીની રકમ પડાવી હોવાનુ પોલીસ સમક્ષ કબુલ્યુ હતુ.

આરોપી

(૧) ગેંગનો મુખ્ય સુત્રધાર રાકેશ કોદરભાઇ પટેલ રહે. જાંબુડી તા. હીમતનગર હાલ રહે. નરોડા જૈન દેરાસરની બાજુમા લેવા પટેલ વાસ અમદાવાદ નાનો કે જે વકીલ હોવાની ખોટી ઓળખ આપેલ જે ફેસબુક નો ઉપયોગ જાતે જ કરતો અને છોકરીઓને પૈસાની લાલચ આપી આવા કામ કરાવતો

(૨) અંજના ઉર્ફે સંગીતા ઉર્ફે કીસ્મત કોદરસિહ ચંપાવત રહે. રુદડી તા. ઇડર હાલ રહે. નરોડા જૈન દેરાસરની બાજુમા લેવા પટેલ વાસ અમદાવાદ કે જે પોતાની ખોટી ઓળખ મહીલા પત્રકાર કે મહીલા કાર્યકર તરીકેની આપતી અને રાકેશની સાથે જ આ કામ મા મદદ કરતી

(૩) શૈલેશ કુમાર સુરેશભાઇ પટેલ રહે. નવા તા. હીમતનગર કે જે પોતાની ક્રાઇમ બ્રાંચના અધિકારી તરીકેની ખોટી ઓળખ આપી લોકોને પોલીસના ભયમા મુકતો

(૪) ભારતીબેન ઉર્ફે રીંકુ સુરેંન્દ્ર સિહ ચૌહાણ રહે. નરોડા અમદાવાદ કે જે  રાકેશ પટેલ તથા અંજનાના કહેવા મુજબ લોકોને મળવા જઇ ફસાવાનુ  કામ કરતી હતી

(૫) યતીન્દ્ર સિહ ભાનુપ્રતાપસિહ ભાટી રહે. નરોડા અમદાવાદ જે ભારતીના પતિ તરીકે ની ખોટી ઓળખ આપી લોકોને કેસ મા ફસાવી દેવાની ધમકીઓ આપતો

(૬) મેરૂનીશા રફીકભાઇ શેખ રહે. હીમતનગર આર.ટી.ઓ. કે જે ભારતીની માતા હોવાની ખોટી ઓળખ આપી બળાત્કારનો કેસ કરવાની ધમકીઓ આપવામા મદદ કરતી.

(૭) કાજલ ઇંદુભાઇ પ્રજાપતી રહે. ભાણપુર તા. ઇડર જે ભારતી સાથે રહી રાકેશ પટેલ અને અંજના ના કહેવા પ્રમાણે લોકોને ફસાવાનુ કામ કરતી

(૮) પટેલ ગીરીશભાઇ ઇશ્વરભાઇ રહે. રતનપુર તા. ઇડર કે જે રાકેશ અને અંજનાની સાથે રહી હની ટ્રેપમા અલગ અલગ પાત્ર બનીને લોકોને ખોટી ઓળખ આપી કામ કરતો.

(૯) ધર્મીષ્ઠાબેન ચંપકલાલ રાણા રહે. અમદાવાદ નરોડા કે જે યુવતીની માતા તરીકે રોલ કરતા અને ટોળકીને મદદ કરતા.

(૧૦) અંકીતાબેન પ્રકાશભાઇ રાણા રહે. નરોડા અમદાવાદ કે જે રાકેશ અને અંજનાના કહેવા મુજબ લોકોને મળવા માટે  જતી હતી.

(૧૧) જ્યોતિકાબેન રમણલાલ ભટ્ટ રહે. ગાંધીનગર કે જે રાકેશ અને અંજનાના કહેવા મુજબ કોઇ યુવતીના માતા કે સાસુ તરીકે નો રોલ ભજવી ટોળકી ને મદદ કરતા.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news