હવે ચિંતા ના કરતા! બોર્ડનો પરીક્ષાર્થી ટ્રાફિકમાં ફસાશે તો ટ્રાફિક પોલીસ બાઈક પર પહોંચાડશે

આગામી તારીખ 11-03-2024થી 26-03-2024 સુધી સમગ્ર રાજ્યમાં ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષા યોજાનાર છે. જેથી વિદ્યાર્થીઓ સમયસર પોતાના પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચી શકે અને કોઈ જગ્યાએ ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે હેતુથી સુરત ટ્રાફિક પોલીસ દ્વારા જરૂરી આયોજનો કરવામાં આવ્યા છે.

હવે ચિંતા ના કરતા! બોર્ડનો પરીક્ષાર્થી ટ્રાફિકમાં ફસાશે તો ટ્રાફિક પોલીસ બાઈક પર પહોંચાડશે

ચેતન પટેલ/સુરત: આગામી સમયમાં બોર્ડની પરીક્ષા શરુ થઇ રહી છે. તો બીજી તરફ હાલમાં શહેરમાં મેટ્રોની કામગીરી પણ ચાલી રહી છે ત્યારે કોઈ વિદ્યાર્થી ટ્રાફિકમાં ન ફસાય અને સમયસર પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચી શકે તે માટે સુરત ટ્રાફિક પોલીસ દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યું છે. પોલીસ દ્વારા એક હેલ્પ લાઈન નબર પણ જાહેર કરવામાં આવ્યો છે. જેના પર કોલ કરવાથી મદદ પણ મળશે. 

આગામી તારીખ 11-03-2024થી 26-03-2024 સુધી સમગ્ર રાજ્યમાં ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષા યોજાનાર છે. જેથી વિદ્યાર્થીઓ સમયસર પોતાના પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચી શકે અને કોઈ જગ્યાએ ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે હેતુથી સુરત ટ્રાફિક પોલીસ દ્વારા જરૂરી આયોજનો કરવામાં આવ્યા છે. જેમાં પરીક્ષા શરુ થવા તેમજ પરીક્ષાર્થીના છૂટવાના સમયે ટ્રાફિક શાખાના અધિકારીઓ પોત પોતાના વિસ્તારમાં હાજર રહી પેટ્રોલિંગ રાખશે. જે જગ્યાએ ટ્રાફિક થવાની શક્યતા હોય તે જગ્યાએ ટ્રાફિક નિયમન માટે યોગ્ય ડીપ્લોયમેન્ટ રાખવામાં આવશે.

ટ્રાફિક શાખાના સર્કલ વિસ્તારમાં સરકારી મોટર સાયકલ સાથે સર્કલ વાઈઝ ત્રણ-ત્રણ ટીમો મળી કુલ્લે 36 ટીમોની ફાળવણી કરવામાં આવશે. તે ટીમો દ્વારા જો કોઈ પરીક્ષાર્થી ટ્રાફિકમાં ફસાઈ ગયેલ હોય તો તેને સરકારી મોટર સાઈકલ ઉપર પરીક્ષા કેન્દ્ર સુધી પહોચાડવામાં મદદ કરશે. આ ઉપરાંત જો કોઈ પરીક્ષાર્થી ટ્રાફિકજામની સમસ્યામાં ફસાઈ તો તેવા સમયમાં તેઓએ ટ્રાફિક હેલ્પ લાઈન નબર 74340-95555 ઉપર કોલ કરવા જણાવવામાં આવ્યું છે. 

ટ્રાફિક હેલ્પ લાઈન પર કોલ મળ્યેથી ટ્રાફિક હેલ્પલાઈન દ્વારા પેટ્રોલિંગ ટીમને કોલ કરી જાણ કરવામાં આવશે. પેટ્રોલિંગ ટીમને કોલ મળ્યેથી પેટ્રોલીંગ ટીમનો પોલીસ કર્મચારી તાત્કાલિક ત્યાં પહોંચી પરીક્ષાર્થીને પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડવામાં મદદ કરશે.ટ્રાફિક DCP અમિતાબેન વાનાણીએ જણાવ્યું હતું કે, આગામી તારીખ 11 માર્ચથી ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ શરુ થઇ રહી છે અને શહેરમાં મેટ્રોની કામગીરી ચાલી રહી છે. જેથી વિદ્યાર્થીઓને ટ્રાફિકની સમસ્યાનો સામનો ન કરવો પડે તે માટે અલગથી ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જેમાં મુખ્યત્વે સિટીના તમામ જંક્શનો અને ખાસ કરીને જે જગ્યાએ મેટ્રોની કામગીરી થઇ રહી છે. એ જગ્યાએ અલગથી સ્પેશીયલ ફોર્સની ફાળવણી ટ્રાફિક વ્યવસ્થા માટે કરવામાં આવી છે. 

આ સાથે સુરત શહેરના ટોટલ 12 સર્કલ, 41 સેમી સર્કલ અને 36 બાઈક પેટ્રોલિંગની ટીમ કે જે સર્કલ વાઈઝ 3 હશે. એમને એવા લોકેશન પર રાખવામાં આવી છે કે જ્યાં મેટ્રોનું કામકાજ ચાલે છે અથવા તો જ્યાં વધારે પ્રમાણમાં સ્કૂલો આવેલી છે. એવા લોકેશન આઇડેન્ટીફાઈ કરી બાઈક પેટ્રોલિંગની ટીમ રાખવામાં આવી છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news