કાળઝાળ ગરમીથી આગામી 5 દિવસ કોઈ રાહત નહિ મળે, આટલું કરશો તો બચી જશો

Heatwave Alert : સૌરાષ્ટ્રમાં 3 દિવસ હિટવેવની આગાહી,,, અમદાવાદમાં બે દિવસ માટે રેડ એલર્ટ જાહેર,,અમદાવાદનાં ગ્રામ્ય વિસ્તાર ,પાટણ, મહેસાણા સાબરકાંઠા,માં ઓરેન્જ એલર્ટ,,, ગાંધીનગર અમદાવાદ વડોદરા આણંદ સહિત વોર્મ નાઈટ રહેશે,,, આગામી સપ્તાહમાં સામાન્ય તાપમાન ઘટી શકે

કાળઝાળ ગરમીથી આગામી 5 દિવસ કોઈ રાહત નહિ મળે, આટલું કરશો તો બચી જશો

Gandhinagar News : ગુજરાત વાસીઓને ગરમીથી હાલ કોઈ રાહત નહિ મળે. આગામી 5 દિવસ કાળઝાળ ગરમી હીટવેવ યથાવત રહેશે. ઉત્તર ગુજરાતથી લઈને કચ્છ સુધી હીટવેવની અસર વર્તાશે. ત્યારે ગુજરાતના પાટનગર ગાંધીનગરમા પણ કાળઝાળ ગરમી પડીર હી છે. આવામાં ગાંધીનગર મ્યુનીસીપલ કોર્પોરેશન દ્વારા હીટ એકશન પ્લાન -૨૦૨૪ અમલ માં મુકવામાં આવેલ છે. જેના અનુસંધાને IMD દ્રારા આવનારા દિવસો માં ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં કેટલુ તાપમાન રહેશે તેનુ અનુમાન નીચે મુજબ છે. ૨૧-૦૫-૨૦૨૪ ના રોજ એલર્ટ મુજબ આવનારા દિવસો નુ તાપમાન નીચે મુજબ રહેશે.

તારીખ    સંભવીત મહતમ તાપમાન (સેન્ટીગ્રેડ)    સંભવીત લઘુતમ  તાપમાન (સેન્ટીગ્રેડ)    એલર્ટ
૨૨-૦૫-૨૦૨૪    ૪૫    ૩૧    રેડ એલર્ટ 
૨૩-૦૫-૨૦૨૪    ૪૫    ૩૧    રેડ એલર્ટ
૨૪-૦૫-૨૦૨૪    ૪૫    ૩૧    રેડ એલર્ટ
૨૫-૦૫-૨૦૨૪    ૪3    ૩૧    ઓરેન્જ
૨૬-૦૬-૨૦૨૪    ૪૪    ૩૧    ઓરેન્જ

રેડ/ઓરન્જ એલર્ટ દરમ્યાન 

  • શહેરના તમામ અર્બન હેલ્થ સેન્ટર પર ઓ.આર.એસ. પેકેટસ ઉપલબ્ધ છે. 
  • દરેક વોર્ડના સ્લમ વિસ્તારો, કડિયાનાકા તેમજ ભીડભાડવાળી જગ્યાઓ પર પ્રચાર-પ્રસાર તથા પત્રિકા વિતરણ કરવામાં આવેલ છે.  
  • સફાઇ કામદારોને બપોરના ૧૨:૦૦ થી ૦૪:૦૦ કલાક સુધી કામ ન કરવા દેવા સુચના આપેલ છે. 
  • તમામ બસ સ્ટેન્ડ, રીક્ષા સ્ટેન્ડ, લારી-ગલ્લા, પોલીસ પોઇન્ટ પર ઓ.આર.એસ. પેકેટ તથા આઇ.ઇ.સી. પત્રિકાનુ વિતરણ કરવામાં આવેલ છે. 
  • શહેરની હોસ્પિટલોમાં હીટ રીલેટેડ સારવારની વ્યવસ્થા ઉપલ્બધ છે. 

હાફુસ અને કેસર કેરીને પણ ટક્કર મારે તેવી કેરી નવસારીના ખેડૂતે ઉગાવી, મઘ જેવી મીઠી છે

જો નીચે મુજબ લક્ષણો દેખાય તો તાત્કાલિક તબીબની સલાહ લેવી ઇમરજન્સીમાં ૧૦૮ નો ઉપયોગ કરવો

આ છે હીટવેવના લક્ષણો
    માથુ દુખવુ, પગની પીંડીમા કળતર
    શરીરનું તાપમાન વધી જવુ
    ખુબ તરસ લાગવી
    પરસેવો, પેશાબ ન થવો
    ચામડી લાલ,સુકી થવી
    ઉલટી,ઝાડા,ઉબકા ચક્કર આવવા
    આંખે અંધારા આવવા,બેભાન થઇ જવુ
    મુંઝવણ થવી
    ખેંચ આવવી.
    સ્નાયુઓમાં દુખાવો થવો
    ખૂબ પરસેવો અને અશક્તિ આવવી. 
    અળાઇઓ નીકળવી. 
અતિશય ગરમી થી બચવા નગરજનોને નીચે મુજબ ઉપાય કરવા સુચવવામાં આવે છે
ગરમી થી બચવા ના ઉપાયો 
    હીટ વેવ દરમ્યાન બહાર ન નીકળવુ
    ખુબ પાણી પીવુ 
    સફેદ, સુતરાઉ કપડા પહેરવા
    છત્રી/ટોપી/સ્કાફનો ઉપયોગ કરવો.
    લીંબુ શરબત, મોળી છાશ,નાળિયેરનું પાણી ઓ.આર.એસ પુષ્કળ પીવું.
    બહારનું ખાવાનુ ટાળવું.
    ઉપવાસ ટાળવો.
    ભારે શારીરિક પવૃત્તિ ટાળો.
    બહાર જતી વખતે પાણીની બોટલ સાથે રાખવી. 
    તાજા ફળો અને શાકભાજી ખાવા. 
    તીખુ ખાવાનુ ટાળવું. 
    આહારમાં વધુ પળતું પ્રોટીન અને વાસી ખોરાક લેવાનુ ટાળવું. 
    ચા-કોફી અને સોડા વાળા પીણા પર નિયંત્રણ રાખવુ. 
     કામ કરતી વખતે થોડા થોડા સમયે વિરામ લેવો. 
    ઠંડક વાળા સ્થળો પર સમયાંતરે આરામ કરવો. 
    નાના બાળકો, વૃધ્ધો અને સગર્ભા સ્ત્રીઓનું ખાસ ધ્યાન રાખવું.

છેલ્લા ત્રણ દિવસમાં ઇમરજન્સી કોલમાં 100 ટકાનો વધારો નોંધાયો છે. જેમાં 17 તારીખે અમદાવાદમાં ગરમીને લાગતા 11 કોલ નોંધાયા તો 18 તારીખે 22 કોલ અને 19 તારીખે 32 ઇમરજન્સી કોલ નોંધાયા છે. આ તરફ સમગ્ર ગુજરાતમાં મે મહિનામાં કુલ 1431 કોલ નોંધાયા છે. વિગતો મુજબ સમગ્ર ગુજરાતમાં ગરમીને લાગતા કેસોમાં 31 ટકાનો વધારો નોંધાયો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news