ગુજરાતમાં ધોરણ 5થી 8માં હવે નહીં મળે માસ પ્રમોશન, સરકારે બદલ્યા નિયમો

રાજ્યના શિક્ષણ વિભાગે પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓની પરીક્ષા પહેલાં મોટો નિર્ણય લીધો છે. હવે ધોરણ 5થી 8માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને નાપાસ કરવામાં આવશે. 

ગુજરાતમાં ધોરણ 5થી 8માં હવે નહીં મળે માસ પ્રમોશન, સરકારે બદલ્યા નિયમો

ગાંધીનગરઃ કોરોના સંકટના મુશ્કેલ સમય બાદ આ વર્ષ દરેક માટે સારૂ રહ્યું છે. ખાસ કરીને અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ આ વર્ષે શાળાએ જઈને શિક્ષણ મેળવ્યું છે. છેલ્લા બે-ત્રણ વર્ષથી ઓનલાઇન અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને આ વર્ષે શાળાએ જઈને અભ્યાસ કરવાની તક મળી હતી. હવે શૈક્ષણિક સત્ર પૂરુ થવા આવ્યું છે અને એપ્રિલ મહિનામાં પરીક્ષાઓ યોજાવાની છે. આ વચ્ચે ધોરણ 5થી 8ના વિદ્યાર્થીઓ માટે શિક્ષણ વિભાગ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. 

હવે ધોરણ 5થી 8ના વિદ્યાર્થીઓને નાપાસ કરાશે
ગુજરાતના શિક્ષણ વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે ધોરણ-5થી ધોરણ 8માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને જો બે વિષયમાં 35 ટકા કરતા ઓછા માર્ક્સ હશે તો તેને આગળના ધોરણમાં મોકલવામાં આવશે નહીં. એટલે કે જો કોઈ વિદ્યાર્થીને ધોરણ 5થી 8માં બે વિષયમાં 35 કરતા ઓછા માર્ક્સ આવશે તો તેને નાપાસ કરવામાં આવશે અને વિદ્યાર્થીએ બીજીવાર તે ધોરણનો અભ્યાસ કરવો પડશે. 

કોરોના કાળમાં વિદ્યાર્થીઓને માશ-પ્રમોશન અપાયા હતા
દેશમાં 2020ની શરૂઆતમાં કોરોના સંક્રમણની શરૂઆત થઈ હતી. ત્યારબાદ દેશભરમાં લૉકડાઉન લાગૂ કરવામાં આવ્યું હતું. ગુજરાત સહિત દેશભરમાં ચાલેલા કોરોના સંકટ દરમિયાન શિક્ષણ પર સૌથી ખરાબ અસર પડી હતી. દરેક સ્કૂલમાં ઓનલાઇન અભ્યાસ શરૂ કરવામાં આવ્યો હતો. તેને જોતા રાજ્ય સરકાર દ્વારા પણ ધોરણ 1થી 8 સુધીના તમામ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું હતું. 

પરંતુ હવે કોરોના સંકટ દૂર થઈ ગયું છે. આ વર્ષે શાળાઓ પણ રાબેતા મુજબ ચાલી હતી. એટલે રાજ્યના શિક્ષણ વિભાગે હવે ધોરણ 5થી 8ના બાળકોને જો બે વિષયમાં 35 કરતા ઓછા માર્ક્સ હોય તો તેને નાપાસ કરવાનો નિર્ણય કર્યો છે. રાજ્યની દરેક પ્રાથમિક શાળામાં આ અંગેનું જાહેરનામું પણ મોકલી દેવામાં આવ્યું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news