રાજકારણ! ભારત-પાકિસ્તાનની મેચ પહેલાં ભાજપમાં થશે ભડાકા, દિલ્હીમાં પીએમ હાઉસમાં બેઠક

Gujarat Politics : ગુજરાત ભાજપના ટોચના નેતાઓ સાથે આજે દિલ્હીમાં ટોપ લેવલની મીટિંગ યોજાઈ છે. એકાએક ગુજરાતના નેતાઓને દિલ્હી બોલાવવાનાં શું કારણો હોઈ શકે તેનો ચોક્કસ માહિતી મળી નથીપણ  કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ આ બેઠકમાં હાજર છે. સંગઠન સાથે જોડાયેલા નેતાઓ પણ આ બેઠકમાં હાજર છે. સંગઠન સહિતના વિવિધ મુદ્દા પર બેઠકમાં ચર્ચા ચાલી રહી છે.

રાજકારણ! ભારત-પાકિસ્તાનની મેચ પહેલાં ભાજપમાં થશે ભડાકા, દિલ્હીમાં પીએમ હાઉસમાં બેઠક

ઝી બ્યુરો/અમદાવાદ: ગુજરાત ભાજપમાં સખળ ડખળ વચ્ચે આજે દિલ્હીમાં ગુજરાત માટે ટોપ લેવલની બેઠક યોજાઈ રહી છે. લોકસભાની ચૂંટણી પહેલાં 5 રાજ્યોની વિધાસભાની ચૂંટણી છતાં ભાજપે ગુજરાત પર ફોકસ વધાર્યું છે. એકાએક અમિત શાહે દિલ્હીમાં ઈમરજન્સી બેઠક બોલાવતાં આજે સીએમ ભૂપેન્દ્ર પટેલ અને સીઆર પાટીલ દિલ્હી પહોંચ્યા છે. આ સિવાય સંગઠન મહામંત્રી રત્નાકર તથા  મુખ્ય અગ્ર સચિવ કે કૈલાશનાથન પણ દિલ્હી પહોંચ્યા છે. ગુજરાતના નેતાઓને એકાએક દિલ્હીનું તેડું આવતાં રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. 

આજથી અમિત શાહ 3 દિવસ માટે ગુજરાતમાં છે આમ છતાં દિલ્હી પીએમ આવાસમાં બેઠકથી કંઈક નવાજૂની થવાના એંધાણ છે. ગુજરાત સંગઠનમાં ડખાઓને કારણે લોકસભાની તૈયારીઓને અસર પહોંચી છે. ગુજરાત ભાજપમાં જૂથવાદ લોકસભાને અસર કરે એ પહેલાં અમિત શાહ એક્ટિવ થયા છે. આવતીકાલે ભારત અને પાકિસ્તાનની અગત્યની મેચ અમદાવાદમાં છે. દેશભરમાંથી વીઆઈપી મૂવમેન્ટ વચ્ચે એકાએક ગુજરાત ભાજપના નેતાઓને દિલ્હી બોલાવાતાં ગુજરાત ભાજપમાં આજની બેઠક ચર્ચાને એરણે ચડી છે.  

  •  ભાજપનું ફોકસ 5 રાજ્યોની ચૂંટણી પર છતાં ગુજરાત નેતાઓે દિલ્હીનું તેડું કેમ
  • અમિત શાહ આજ રાતથી 3 દિવસ માટે અમદાવાદમાં છતાં દિલ્હીમાં કેમ બેઠક
  • ભાજપમાં કંઈક નવાજૂની થવાના એંધાણ
  • અમિત શાહ ગુજરાત આવે પહેલાં જ દિલ્હીમાં લેવાઈ જશે મોટા નિર્ણય
  • પ્રદેશ પ્રમુખની મુદત પૂર્ણ વચ્ચે પાટીલને મળ્યું છે લોકસભા સુધીનું એક્સટેન્શન
  • પીએમ આવાસમાં ચાલી રહી છે ટોપલેવલની બેઠક 
  • ગુજરાતમાં જૂથવાદ વકરતાં ભાજપને લોકસભા પર અસર થવાનો ડર

અમિત શાહ ભારત-પાકિસ્તાનની મેચ નિહાળશે
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ 13 ઓક્ટોબરથી 3 દિવસ ગુજરાતના પ્રવાસે છે. અમિત શાહ 14 ઓગસ્ટના રોજ ભારત-પાકિસ્તાનની મેચ નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં નિહાળશે. તેમજ તેઓ અમદાવાદ, ગાંધીનગરના કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે. અત્રે જણાવીએ કે, અમિત શાહ માણસામાં કુળદેવીના દર્શનાર્થે જશે. નોંધનીય છે કે, ગત સપ્ટેમ્બર માસના અંતમાં જ કેન્દ્રીય ગૃહમંત્રી અને ગાંધીનગરના સંસદ સભ્ય અમિત શાહ ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. તેમના હસ્તે ગાંધીનગર લોકસભા વિસ્તારમાં આવતા અમદાવાદ પૂર્વ અને અમદાવાદ પશ્ચિમના આશરે રૂ.1700 કરોડના વિવિધ વિકાસકામોના ખાતમુહૂર્ત તેમજ લોકાર્પણ કર્યું હતું.

ગુજરાતમાં 26માંથી 26 બેઠકો જીતવાનો ભાજપે લક્ષ્યાંક રાખ્યો છે પણ ભાજપ સંગઠનમાં બધૂ સમૂસૂતરું ચાલી રહ્યું નથી એ સૌ કૌઈ જાણે છે વિધાનસભાની ચૂંટણી જીતાડનાર 16 નેતાઓ લોકસભા પહેલાં ખોવાઈ ગયા છે. ભાજપ કોઈ પણ સંજોગોમાં લોકસભાની 26 બેઠકો જીતવા માટે તત્પર છે. આપ અને કોંગ્રેસે ગુજરાતમાં ગઠબંધન કર્યું તો ભાજપને કેટલીક બેઠકો પર સમસ્યા સર્જાશેના રિપોર્ટ વચ્ચે અમિત શાહ કંઈ પણ કાચું કાપવાના મૂડમાં નથી. આગામી દિવસોમાં સરકાર અને સંગઠનમાં નવા ફેરફારો જોવા મળે તો નવાઈ નહીં. પ્રદેશ પ્રમુખ પાટીલની ટર્મ પૂર્ણ થઈ ગઈ છે પણ લોકસભા જીતાડવાની જવાબદારી પણ પાટીલના ખભે મૂકાઈ છે. સંગઠનમાં ડખાઓ વધતાં ભાજપ પણ હાલમાં ટેન્શનમાં હોવાથી તાત્કાલિક ટોપ લેવલની દિલ્હીમાં બેઠક બોલાવાઈ છે. આજથી અમિત શાહ ગુજરાતમાં હોવાથી દિલ્હીના નિર્ણયોની અસર પણ આ 2 દિવસમાં જોવા મળે તો નવાઈ નહીં.

અમદાવાદમાં ભારત પાકિસ્તાનની મેચ રમાવાની છે, પરંતુ તેના પહેલા દિલ્હીમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. હાલ ગુજરાતની રાજનીતિના સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે. દિલ્લીમાં પીએમ આવાસ પર એક મહત્વપૂર્ણ બેઠક મળી છે. આ બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સીઆર પાટીલને બોલાવવામાં આવ્યા છે. હાલ ગુજરાત ભાજપના ટોચના નેતાઓને દિલ્હીનું તેડું આવ્યું છે અને તેઓને બોલાવીને વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી રહી છે. 

નોંધનીય છે કે, ગુજરાતના રાજકારણમાં આ બેઠક મહત્વનો મુદ્દો એટલે કહી શકાય કે આજે અમિત શાહ આવવાના છે. જે પહેલા ભાજપ સંગઠન નેતાઓને દિલ્હી બોલાવવામાં આવ્યા છે. સામાન્ય રીતે ગુજરાતની રાજકીય ગતિવિધી પર દિલ્હીથી સીધી નજર રાખવામાં આવે છે, ત્યારે અમિત શાહના આગમન પહેલા આ બેઠક મહત્વની માનવામાં આવી રહી છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news