ભારત-પાકિસ્તાન મેચ પહેલા મોટો ખતરો! ગુજરાતના આ વિસ્તારોમાં મેઘાએ શરૂ કરી બેટિંગ, ધબધબાટી બોલાવશે!
રાજ્યમાં ખેલૈયાઓના રંગમાં ભંગ પડવાની સો ટકા સંભાવના છે. અમદાવાદમાં પેહલા અને બીજા નોરતે વરસાદની આગાહી છે. નવરાત્રિના નોરતાઓમાં હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે.
Trending Photos
Gujarat Rains: નવરાત્રીમાં ખેલૈયાઓ માટે માઠા સમાચાર આવી ગયા છે. માત્ર નવરાત્રિ નહીં, પરંતુ ભારત પાકિસ્તાનની મેચ માટે પણ રસિકો માટે ખરાબ સમાચાર છે. કારણ કે, આવતીકાલે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત પાકિસ્તાનની મેચ રમાનારી છે. તે પહેલા રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ શરૂ થઈ ગયો છે. ત્યારે હાલ જૂનાગઢના વાત્તાવરણમાં પલટો આવ્યો છે. જી હા.. જૂનાગઢમાં અચાનક વાદળછાયા વાત્તાવરણ બાદ વરસાદ વરસ્યો છે અને શહેરના અનેક વિસ્તારમા હળવો વરસાદ શરૂ થયો છે. જૂનાગઢના આઝાદ ચોક, વણઝારી ચોક, તળાવ દરવાજા, દિવાન ચોક, કાળવા ચોક, મધુરમ ટીંબાવાડી વિસ્તારમાં વરસાદ શરૂ થયો છે.
જૂનાગઢમાં હાલ બેવડી ઋતુની અસર વર્તાઈ રહી છે, ક્યારેક કાળઝાળ ગરમી તો સવારમાં કાતિલ ઠંડી પડી રહી છે. લોકોને દિવસમાં ભારે ઉકળાટનો અનુભવ થઈ રહ્યો છે. ત્યારે જૂનાગઢમાં બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો. અચાનક ધૂળની ડમરીઓ ઉઠી હતી. તેમજ શહેરનાં કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદનાં છાંટા પડ્યાં હતાં. બીજી બાજુ જૂનાગઢ ગીરનાર પર્વત ઉપર અચાનક વાતાવરણમાં પલટો આવતા ધીમીધારે વરસાદ શરૂ થયો છે. જુનાગઢ શહેરમાં પણ વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે, ત્યારે અસહ્ય ગરમી બાદ ગીરનાર વિસ્તારમાં ફરી વરસાદ પડી રહ્યો છે.
નોંધનીય છે કે, રાજ્યમાં ખેલૈયાઓના રંગમાં ભંગ પડવાની સો ટકા સંભાવના છે. અમદાવાદમાં પેહલા અને બીજા નોરતે વરસાદની આગાહી છે. નવરાત્રિના નોરતાઓમાં હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાતા કરી ફરી વરસાદી માહોલ સર્જાશે. ત્યારે 15 અને 16 ઓક્ટોબરે રાજ્યમાં વરસાદની આગાહી છે. આ દિવસોમાં અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી, બનાસકાંઠા, સુરેન્દ્રનગર, દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદ આવવાની શક્યતા છે. તો રાજ્યના કેટલાક ભાગોમાં હળવાથી માધ્યમ વરસાદની આગાહી છે.
15 ઓક્ટોબરે અમદાવાદમાં હળવા વરસાદની આગાહી
14, 15 અને 16 ઓક્ટોબરે સમગ્ર ગુજરાતમાં હળવા વરસાદની આગાહી છે. તો 14 અને 15 ઓક્ટોબરે અમદાવાદમાં હળવા વરસાદની આગાહી છે. ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં હળવો વરસાદ રહી શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે રાજ્યમાં વરસાદી માહોલ રહી શકે છે. આ દિવસોમાં દક્ષિણ અમદાવાદમાં વરસાદ રહેશે. જોકે, ઉત્તર ગુજરાતમાં વરસાદની શક્યતા નહિવત છે. આગામી પાંચ દિવસ સમગ્ર રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે