વાત સમજ્યા વગર ઇન્ટર્નશીપ કરતા વિદ્યાર્થીઓ પણ હડતાળમાં જોડાયા છે: નીતિન પટેલ

રાજ્યમાં ચાલી રહેલા રેસિડેન્ટ અને બોન્ડેડ ડોક્ટરની હડતાળ મામલે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, છેલ્લા સાત દિવસથી રેસિડેન્ટ ડોક્ટરોની હડતાળનો પ્રશ્ન ચર્ચામાં છે. આ અંગે મુખ્યમંત્રીને પણ ધ્યાન દોર્યું છે.

વાત સમજ્યા વગર ઇન્ટર્નશીપ કરતા વિદ્યાર્થીઓ પણ હડતાળમાં જોડાયા છે: નીતિન પટેલ

હિતલ પારેખ/ ગાંધીનગર: રાજ્યમાં ચાલી રહેલા રેસિડેન્ટ અને બોન્ડેડ ડોક્ટરની હડતાળ મામલે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, છેલ્લા સાત દિવસથી રેસિડેન્ટ ડોક્ટરોની હડતાળનો પ્રશ્ન ચર્ચામાં છે. આ અંગે મુખ્યમંત્રીને પણ ધ્યાન દોર્યું છે. કોરોના મહામારી વખતે રેસિડેન્ટ ડોક્ટરોને ફરજ બજાવી હતી તે ફરજને પ્રોત્સાહિત કરવા માટે કોરોના વોર્ડમાં તેવો જેટલો સમય ફરજ બજાવે તેટલો સમય ડબલ કરી બોન્ડમાંથી મુક્તિ આપવામાં આવતી હતી.

સૌરાષ્ટ્ર વિસ્તારમાં જામનગર, રાજકોટ, ભાવનગર યુનિવર્સિટીમાં સમયસર પરીક્ષા લેવાઈ ગઈ તેના પરિણામ પણ જાહેર થઈ ગયા છે. 98 ટકા કરતા વધુ વિદ્યાર્થીઓ PG ની પરીક્ષા પાસ કરી છે. પાસ થયા પછી રેસિડેન્ટ ડોક્ટર તરીકે તેઓ રહેતા નથી. ક્લાસ વન ઓફિસર તરીકે જિલ્લા હોસ્પિટલોમાં તેમની નિમણૂક કરવામાં આવી છે. રૂપિયા 80 હજારના પગારથી નોકરી આપવામાં આવી છે.

ગુજરાત યુનિવર્સિટી અમદાવાદ માટે થોડા સમય માટે મોડી પરીક્ષા લેવાઈ હતી એટલે પરિણામ મોડુ આવ્યું. બેથી ત્રણ મહિને અમદાવાદ બી.જે. મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓે પીજીનું સર્ટિફિકેટ પ્રાપ્ત થયું છે. ઇન્ટરશિપ કરતા વિદ્યાર્થીઓ પણ કોઈપણ વાતને સમજ્યા વગર હડતાળમાં જોડાઈ ગયા છે. ઇન્ટર્નશીપ ન કરે અને પ્રમાણપત્ર રજૂ ન કરે તો તેવા ડોક્ટર તરીકે પ્રેક્ટીસ કરી શકતા નથી. આવા વિદ્યાર્થીઓ પોતાની જાતને નુકસાન કરી રહ્યા છે.

જામનગર, ભાવનગરના ડીન પણ આ બેઠકમાં જોડાયા હતા. અમદાવાદ સિવાય કોઈ જગ્યાએ આ પ્રશ્ન મોટો નથી. અમદાવાદના 141 અને રાજ્યના અઢીસોથી વધારે કોઈ વિદ્યાર્થીઓને આ પ્રશ્ન લાગુ પડતો નથી. હડતાળ હોવા છતાં રાજ્યની મોટી હોસ્પિટલ બધી જગ્યાએ દર્દીઓને તપાસવાનું કામ, ઓપરેશનનું કામ યથાવત છે. કેટલાક વર્ગ તરફથી આ પ્રશ્ન મોટો બતાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. હડતાળ બિનશરતી પાછી ખેંચ્યા પછી જ બેઠકનો સમય આપવામાં આવશે.

સરકાર સકારાત્મક રીતે ડોક્ટરો વિદ્યાર્થીઓને મેસેજ પહોંચાડશે. બિનશરતી હડતાળ પાછી ખેંચી તો પાંચ નિષ્ણાતોની કમિટી વિદ્યાર્થીઓને સાંભળશે. વ્યાજબી અને યોગ્ય પ્રશ્નો સરકાર સમક્ષ મૂકવા જેવું લાગશે તે મારી સમક્ષ મુકશે. ડોક્ટરોને જે જગ્યાએ નિમણૂક આપી છે તેઓ આ નિમણૂકમાં હાજર થાય પછી સરકાર વિચારણા કરશે. તેવો બદલી માટે અરજી કરશે તો સરકાર સામેથી વિચારશે. જોકે પહેલાં બિનશરતી હડતાળ પાછી ખેંચવી પડશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news