ગુજરાતની સ્થિતી યુપી કરતા બદતર? પોલીસ ચોકીમાં જ યુવતી સાથે દુષ્કર્મ, વીડિયો વાયરલ !

જિલ્લાના હળવદમાં પોલીસ એનઆઇ હંગામી ચોકીમાં દુષ્કર્મનો મામલો સામે આવ્યો હતો. જેના પગલે પોલીસે દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી હતી. ભોગ બનેલી મહિલાના ભાઈની ફરિયાદ લઈને ગણતરીની કલાકોમાં જ ન માત્ર મોરબી જિલ્લા પરંતુ ગુજરાતમાં ચર્ચાનો વિષય બની ગઇ છે. હળવદના દૂષકર્મના બનાવમાં બે આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે.
ગુજરાતની સ્થિતી યુપી કરતા બદતર? પોલીસ ચોકીમાં જ યુવતી સાથે દુષ્કર્મ, વીડિયો વાયરલ !

મોરબી: જિલ્લાના હળવદમાં પોલીસ એનઆઇ હંગામી ચોકીમાં દુષ્કર્મનો મામલો સામે આવ્યો હતો. જેના પગલે પોલીસે દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી હતી. ભોગ બનેલી મહિલાના ભાઈની ફરિયાદ લઈને ગણતરીની કલાકોમાં જ ન માત્ર મોરબી જિલ્લા પરંતુ ગુજરાતમાં ચર્ચાનો વિષય બની ગઇ છે. હળવદના દૂષકર્મના બનાવમાં બે આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે.

મોરબી જીલ્લામાં સોશ્યલ મીડિયામાં દુષ્કર્મનો વિડીયો વાઇરલ થયા બાદ હળવદ પોલીસે અને જિલ્લા પોલીસ વડા સહિતની ટીમો હરકતમાં આવી ગઇ હતી. હળવદમાં ટ્રાફિક પોલીસની હંગામી જે કેબિન જેવી ચોકી બનાવવામાં આવી હતી તે કેબીનમાં દુષ્કર્મ આચરવામાં આવ્યું હોય તેવો વિડીયો હાલમાં વાઇરલ થયો હતો. જેથી પોલીસે તાત્કાલિક ભોગ બનેલી મહિલાના ભાઈની ફરિયાદ લઈને તેની સાથે જાહેરમાં ધોળા દિવસે ટ્રાફિક પોલીસની હંગામી કેબિનમાં દુષ્કર્મ આચારનાર મહેન્દ્ર ગંગારામ રાઠોડ અને ઘટના સમયે વિડીયો બનાવનાર હરેશ નવઘણભાઈ જાદવની હળવદ તાલુકા પોલીસ અને એલસીબી પોલીસની ટીમે ધરપકડ કરી છે.

મોરબી જીલ્લામાં જાહેરમાં મહિલા સાથે બદકામ કરતો અશ્લીલ વિડીયો ગઇકાલથી વાઇરલ કરવામાં આવ્યો હતો. જે હંગામી ટ્રાફિક પોઈન્ટમાં આ ઘટના બની હોવાની ચર્ચા હતી, તે ચોકીને હટાવી દેવાઈ હોવાથી અનેક તર્ક વિતર્ક ચાલી રહયા હતા. ત્યારે દુષ્કર્મના આ બનાવને લઈને મોરબી જિલ્લાના પોલીસ વડા એસ.આર. ઓડેદરા દ્વારા તપાસ શરૂ કરાવવા આદેશ કરવામાં આવ્યો હતો. ગણતરીની કલાકોમાં જ આરોપીને દબોચી લેવામાં આવ્યા છે. અને તેની સામે દુષ્કર્મ, આઇટી એક્ટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

હળવદમાં મહિલા સાથે દુષ્કર્મના બનાવમાં જે જ્ગ્યા બતાવવામાં આવી રહી છે તેને લઈને અનેક સવાલો ઊભા થઈ રહયા હતા. ત્યારે જગ્યા બાબતે એસપીને પૂછતા તેમણે કહ્યું હતું કે, હળવદ પોલીસ સ્ટેશન દ્વારા લોકડાઉન ‌સમયે‌ મુકવામાં આવેલ ટ્રાફીક પોલીસની હંગામી ચોકીની કેબિન હતી જે નોનોયુજ હતી. ત્યાં કોઈપણ પોલીસને નોકરી માટે મૂકવામાં આવતા ન હતા. જો કે આ તૂટી ગયેલ કેબિનમાં બનાવ બનેલ હતો. જે હાલમાં હટાવી દેવામાં આવેલ છે. આ ગુનામાં પકડાયેલ આરોપી મહેન્દ્ર ગંગારામ રાઠોડ આઠ ધોરણ સુધી ભણેલ છે. હરેશ નવઘણ એનવી ધોરણ સુધી ભણેલ હોવાની પોલીસ જણાવ્યુ છે.

મોરબી જીલ્લામાં સોશિયલ મીડિયામાં દુષ્કર્મનો વિડીયો વાઇરલ થયા બાદ હળવદ પોલીસે અને જિલ્લા પોલીસ વડા સહિતની ટીમ દ્વારા આરોપીને હાલમાં પકડી લેવામાં આવેલ છે. આગામી દિવસોમાં આરોપીને આકરી સજા થાય તેના માટે હાલમાં પોલીસ દ્વારા આરોપી વિરુધ્ધના મજબૂત પુરાવા આ એકત્રિત કરવામાં આવી રહ્યા છે. અમે આરોપીને દાખલ રૂપ સજા કરવામાં આવે તેના માટેના પ્રયાસો હાલમાં મોરબી પોલીસ કરી રહી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news