ગુજરાતમાં આ દંપતિ બન્યું આકર્ષણનું કેન્દ્ર; કરોડોની કાર લઈને કર્યું મતદાન, જાણો કોણ છે?

Loksabha Election 2024: જામનગરના જાણીતા બિલ્ડર અને લેન્ડ ડેવલોપર્સ મેરામણભાઇ પરમાર રોયલ સ્ટાઇલમાં કરોડોની કિંમતની મોંઘેરી રોલસ રોયલ કાર સાથે જામનગર શહેરના અંબર ચોકડી નજીક આવેલા મતદાન મથક ગોજીયા હાઈસ્કૂલ ખાતે સજોડે મતદાન કરવા પહોંચ્યા હતા. 

ગુજરાતમાં આ દંપતિ બન્યું આકર્ષણનું કેન્દ્ર; કરોડોની કાર લઈને કર્યું મતદાન, જાણો કોણ છે?

જામનગર/મુસ્તાક દલ: લોકસભાની ચૂંટણીના મતદાનને લઈને જામનગર જિલ્લાના તમામ મતદાન મથકો ઉપર વહેલી સવારથી જ મતદાતાઓ લાંબી કતારો લગાવીને ઉત્સાહ પૂર્વક મતદાન કરી રહ્યા છે. ત્યારે જામનગરમાં એક દંપતિ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. કરોડોની મોંઘેરી રોલ્સ રોયલ કાર સાથે દંપતિ મતદાન કરવા પહોંચતા આકર્ષણ જમાવ્યું હતું.

આ વિશે મળતી માહિતી પ્રમાણે, જામનગરના જાણીતા બિલ્ડર અને લેન્ડ ડેવલોપર્સ મેરામણભાઇ પરમાર રોયલ સ્ટાઇલમાં કરોડોની કિંમતની મોંઘેરી રોલસ રોયલ કાર સાથે જામનગર શહેરના અંબર ચોકડી નજીક આવેલા મતદાન મથક ગોજીયા હાઈસ્કૂલ ખાતે સજોડે મતદાન કરવા પહોંચ્યા હતા. 

જ્યારે કરોડોની મોંઘેરી કારમાં દંપતી મતદાન કરવા પહોંચતા મતદાન સ્થળે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news