નણંદે ભાભી રિવાબાને રોકડું પકડાવ્યું : ભક્તિ અને સંસ્કાર અમારે તમારા પાસેથી શીખવાની જરૂર નથી

Rivaba Jadeja Vs Naynaba Jadeja : જામનગરના જાડેજા પરિવારમાં ફરી નફરતની જ્વાળા પ્રકટી - રામ મંદિર પર નણંદે ભાભી રિવાબાને રોકડું પકડાવ્યું
 

નણંદે ભાભી રિવાબાને રોકડું પકડાવ્યું : ભક્તિ અને સંસ્કાર અમારે તમારા પાસેથી શીખવાની જરૂર નથી

Jamnagar News : જામનગરના રવિન્દ્ર જાડેજા પરિવારમાં નણંદ ભાભી વચ્ચેનો વિખવાદ જૂનો અને જાણીતો છે. એક જ પરિવારમાં દુશ્મન બનેલી નણંદ ભાભી હવે રાજકીય ગ્રાઉન્ડ પર પણ એકબીજા માટે બોલતી થઈ ગઈ છે. ત્યારે રામ મંદિરને લઈને ફરીથી જાડેજા પરિવારમાં નફરતની જ્વાળા પ્રગટી છે. રામ મંદિર મુદ્દે નણંદ નયનાબા જાડેજાએ ભાભી રિવાબાને રોકડું પકડાવ્યું છે. તેમણે કહ્યું કે, ભક્તિ અને સંસ્કાર અમારે તમારા પાસેથી શીખવાની જરૂર નથી તમે છોટાકાશિમાં રહો છો તો પણ તમારામાં સંસ્કાર નથી.

રિવાબાએ પહેલા કોંગ્રેસ પર કર્યો હતો કટાક્ષ...
જામનગર ઉતરના ધારાસભ્ય રિવાબા જાડેજાએ જન સેવા કેન્દ્રની શરૂઆત કરી હતી. જેમાં એમને પત્રકારો દ્વારા રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં કોંગ્રેસના આમંત્રણ અસ્વીકાર કરવા બદલ પૂછાયેલા પ્રશ્નમાં તેમને જણાવ્યું હતું કે, રામના નામ પર રજનીતિ ન કરવી જોઈએ.૫૦૦ વર્ષ બાદ જ્યારે પૂર્ણપુરુષોત્તમ ભગવાન શ્રીરામ અયોધ્યામાં બિરાજમાન થવા જઈ રહ્યા હોય ત્યારે આપણે રાજનીતિ ન કરવી જોઈએ તેવું નિવેદન આપ્યું હતું.

ધારાસભ્ય રિવાબા જાડેજાએ જણાવ્યું હતું કે, પ્રભુની વાત આવે ત્યારે કોઈ રાજનીતિની વાત થતી નથી. આ કોઈ પાર્ટીનો કાર્યક્રમ નથી. પ્રભુ શ્રી રામ અને કરોડો ભારતવાસીઓની જે આસ્થાનો પ્રસંગ છે. ત્યારે 500 વર્ષથી એક પેન્ડિગ પ્રશ્ન હતો. ત્યારે આગામી સમયમાં ભગવાન શ્રી રામનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે. ત્યારે રાજનીતીથી ઉપર ઉઠી અને ધર્મપ્રિયતા અને પ્રભુ શ્રી રામને આપ સૌ બધા આવકાર્ય એવી જ આપ સૌને અભ્યક્તા. 

નયનાબાએ આપ્યો રીવાબાને સણસણતો જવાબ
આ નિવેદનથી તેમના કોંગ્રેસ પક્ષમાં રહેલા નણંદ નયનાબા જાડેજાએ તેમને વળતો રોકડો જવાબ નામ લીધા વગર માર્મિક કટાક્ષ કરીને ચોપડાવી દીધો હતો. તેમણે કહ્યું કે ભક્તિ અને સંસ્કાર અમારે તમારા પાસેથી શીખવાની જરૂર નથી તમે છોટાકાશિમાં રહો છો તો પણ તમારામાં સંસ્કાર નથી. મંદિર જ્યારે પૂર્ણ બને ત્યારે પ્રાણ પ્રતિષ્ઠા હોય. શંકરાચાર્ય સહિતનાઓએ બહિષ્કાર કર્યો છે. સંસ્કાર અને ધર્મની વાતો તમને શોભે જ નહી. મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મંદિરનું સંપૂર્ણ નિર્માણ થઈ ગયા બાદ જ થઈ શકે છે. નવી પાર્લામેન્ટનું ઉદાહરણ ટાંકતાં તેમને સવાલ કર્યો કે શુ પાર્લામેન્ટ પુરે પુરી તૈયાર નથી થઈ તો પણ શું તમે તેમને શરૂ કરી દીધી હતી.

આમ, નણંદ ભોજાઈની આ તીંખી નોંકજોક ફરી એક વખત સોશિયલ મીડિયામાં ટોક ઓફ ધ ટાઉન મુદ્દો બન્યો છે. રાજનીતિ હોય કે પારિવારિક મુદ્દો હોય જાડેજા પરિવારની નણંદ ભાભી હંમેશા આમને સામને રહેતી હોય છે. જો કે આ પ્રકારની નોંકજોક ભૂતકાળમાં પણ અનેક વખત થઈ ચૂકી છે. 

રિવાબા જાડેજા ગુજરાતના ક્રિકેટર રવિન્દ્રસિંહ જાડેજાના પત્ની છે, તો નયનાબા રવિન્દ્રના મોટા બહેન છે. અનેક વખત થયેલી આ પારિવારિક લડાઈઓ જાહેરમાં આવી હોય તેવા અનેક બનાવો સામે આવ્યા છે. જોકે, રિવાબા જાડેજા જામનગરના ધારાસભ્ય છે અને નયનાબા કોંગ્રેસમાં છે, તેથી બંને રાજકીય પ્લેટફોર્મ પર પણ આમનેસામને રહેતા હોય છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news