જૂનાગઢમાં કારમાં ગુંગળાઈ જતા બાળકે ગુમાવ્યો જીવ, ન્હાવાનું ગમતુ ન હોવાથી કારમાં સંતાયો હતો

Junagadh News : જૂનાગઢમાં કારમાં ગુંગળાઈ જતા બાળકે ગુમાવ્યો જીવ...માતાએ નહાવાનું કહેતા બાળક સંતાયો હતો કારમાં...આશીષ નામના બાળકનું થયું મોત

જૂનાગઢમાં કારમાં ગુંગળાઈ જતા બાળકે ગુમાવ્યો જીવ, ન્હાવાનું ગમતુ ન હોવાથી કારમાં સંતાયો હતો

boy dies of suffocation after getting locked in car : જૂનાગઢના GIDC વિસ્તારમાં અજીબ બનાવ બન્યો હતો. એક કારમાં ગુંગળાઈ જવાથી બાળકનું મોત નિપજ્યુ હતું. માતાએ બાળકને ન્હાવાનુ કહેતા તેને ગમતું ના હતું. તેથી તે કારખાનામા રહેલી કારમાં છુપાઈ ગયો હતો. કારનો દરવાજો બંધ થઈ જતા બાળકનું અંદર ગુંગળાઈ જવાથી મોત નિપજ્યું. 

દરેક માતાપિતા માટે આ કિસ્સો ચોંકાવનારો છે. મૂળ ઉત્તર પ્રદેશના પરિવારના પાંચ વર્ષના આદિત રવીન્દર ભારતી નામના બાળકનું મોત નિપજ્યું છે. જૂનાગઢ જીઆઈડીસીના કારખાનામાં કામ કરતા પરિવારમાં આ દુર્ઘટના સર્જાઇ છે. માતાએ પાંચ વર્ષના બાળકને નાહવા જવાનું કહેતા બાળક કારમાં સંતાઇ ગયો હતો. બાળક કારમાં સંતાયા બાદ તેનાથી દરવાજો બંધ થઇ ગયો હતો જેના કારણે તે ગૂંગળાઇ જવાથી મોત થયું હતુ. હાલ સ્થાનિક પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

દુખદ બાબત તો એ છે કે, બાળકનો પિતા તેના પરિવારને ફરવા માટે જુનાગઢ લઈ આવ્યો હતો, પરંતું તેમને શુ ખબર હતી કે, તેઓ આ રીતે દીકરો ગુમાવી દેશે. હાલ પોલીસ દ્વારા તપાસ ચાલુ છે. 

આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. જેમાં બાળક ઘરેથી કારખાનામાં જતો હોય તેવા ફૂટેજ સામે આવ્યાં છે. CCTV માં બાળક દેખાતા જ કારખાનામાં તપાસ કરાઈ હતી. જેના બાદ બાળક કારમાંથી મળી આવ્યો હતો. કાર ખોલવામાં આવી ત્યારે બાળક અંદર બેહોશ પડેલો હતો. કારમાં ગુંગળાઈ જવાથી તેનું મોત નિપજ્યુ હતું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news