જસદણ પેટા ચૂંટણી પહેલા ભડકો : 'કોંગ્રેસે પાટીદારોનો ઉપયોગ કરી હાંસિયામાં ધકેલી દીધા..'

 જસદણની બેઠક જીતવા માટે ભાજપ કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર જામી છે ત્યારે જસદણ પેટા ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ભડકો થયો છે. ભાજપ અને કોંગ્રેસ દ્વારા કથિત રીતે અહીં કોળી સમાજના આગેવાનોને ટિકિટ અપાય એવી શક્યતાઓ વચ્ચે પાટીદારોની નારાજગી સામે આવી છે. પાટીદાર આગેવાનો દ્વારા આ અંગે પોતાની વ્યથા વ્યક્ત કરતો પત્ર લખ્યો છે. કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાને લખાયેલા આ પત્રમાં પાટીદારોએ ભારોભાર નારાજગી વ્યક્ત કરતાં લખ્યું છે કે, કોંગ્રેસે પાટીદારોનો ઉપયોગ કરી હાંસિયામાં ધકેલી દીધા છે. 

જસદણ પેટા ચૂંટણી પહેલા ભડકો : 'કોંગ્રેસે પાટીદારોનો ઉપયોગ કરી હાંસિયામાં ધકેલી દીધા..'

જસદણ : જસદણની બેઠક જીતવા માટે ભાજપ કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર જામી છે ત્યારે જસદણ પેટા ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ભડકો થયો છે. ભાજપ અને કોંગ્રેસ દ્વારા કથિત રીતે અહીં કોળી સમાજના આગેવાનોને ટિકિટ અપાય એવી શક્યતાઓ વચ્ચે પાટીદારોની નારાજગી સામે આવી છે. પાટીદાર આગેવાનો દ્વારા આ અંગે પોતાની વ્યથા વ્યક્ત કરતો પત્ર લખ્યો છે. કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાને લખાયેલા આ પત્રમાં પાટીદારોએ ભારોભાર નારાજગી વ્યક્ત કરતાં લખ્યું છે કે, કોંગ્રેસે પાટીદારોનો ઉપયોગ કરી હાંસિયામાં ધકેલી દીધા છે. 

પાટીદારોએ એવી પણ રાવ વ્યક્ત કરી છે કે, પ્રદેશ કોંગ્રેસના માળખાની મોડે મોડે જાહેરાત તો કરી દેવામાં આવી છે પણ તેમાં જે રીતે ભેદભાવની નીતિ રાખવામાં આવી છે તેને કારણે અસંતોષનો જ્વાળામુખી ફાટ્યો છે અને કોંગ્રેસ સાથે જોડાયેલા સૌરાષ્ટ્રના અનેક પાટીદાર આગેવાનોએ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાને ધગધગતો પત્ર લખેલા ખુલ્લા પત્રમાં પક્ષની બેધારી નીતિની ટીકા કરી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news