Breaking news video News

PM Modi ગુજરાત પ્રવાસ, બે દિવસમાં કરી ચાર સભા, બદલાયા રાજકીય સમીકરણો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના બે દિવસીય પ્રવાસ દરમિયાન ચાર ચૂંટણી જનસભા સંબોધી હતી. માદરે વતન ગુજરાતનો બે દિવસીય ચૂંટણી પ્રચાર કરી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાણે રાજકીય વાતાવરણ બદલ્યું છે. હિંમતનગર, સુરેન્દ્રનગર, આણંદ અને અમરેલી ખાતે જનસભા સંબોધી વડાપ્રધાને ગુજરાતની તમામે તમામ 26 બેઠકો કમળને આપવાની જાણે ખાતરી લીધી અને જનતાએ પણ 'ફીર સે મોદી સરકાર' સૂર વ્યક્ત કર્યો. વડાપ્રધાન મોદીએ પ્રથમ દિવસે એક સાથે ત્રણ હિંમતનગર, સુરેન્દ્રનગર અને આણંદ ખાતે તો બીજા દિવસે ગુરૂવારે સવારે અમરેલી ખાતે વિશાળ જનસભા સંબોધી. જેમાં ગુજરાતી હોવાનું ગૌરવ વ્યક્ત કર્યુ અને ગુજરાતી સપૂત દેશમાં ડંકો વગાડી રહ્યો છે જેમાં આપ સૌના આશીર્વાદની જરૂર હોવાનો મત વ્યક્ત કર્યો. સાથોસાથ વિકાસથી લઇને રાષ્ટ્રવાદ સહિતના મુદ્દે કોંગ્રેસ અને વિપક્ષીઓ સામે આકરા પ્રહાર કર્યા. પીએમ મોદીએ ચાર સભાઓમાં શું કહ્યું? આવો જાણીએ વિગતે...
Apr 18,2019, 12:50 PM IST
જસદણ પેટા ચૂંટણી પહેલા ભડકો : પાટીદારોનો કોંગ્રેસને ખુલ્લો પત્ર
Dec 4,2018, 10:25 AM IST

Trending news