સૌરાષ્ટ્રના ખેડૂતોને તીડના સંકટથી બચાવવા જીતુ વાઘાણીની રાજ્ય સરકારને રજૂઆત

સૌરાષ્ટ્રના 5 જિલ્લાઓમાં પાક ઉપર તીડના આક્રમણથી પરેશાન થયેલા ખેડૂતોને મદદ મળે તે માટે ભાજપ પ્રમુખે રજુઆત કરી છે. ખેડૂતોની મુશ્કેલી સમયે ભાજપ પ્રમુખ જીતુ વાઘાણીએ મુખ્યમંત્રી રૂપાણી અને કૃષિમંત્રી આર સી ફળદુને રજૂઆત કરી છે. ખેડૂતોને જરૂરી તમામ સહાય સત્વરે મળી રહે તે સુનિશ્ચિત કરવા અંગે ભાજપ પ્રમુખે રજુઆત કરી છે. જીતુ વાઘાણીએ સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, બોટાદ, મોરબી, સુરેન્દ્રનગર સહિતના જિલ્લાઓમાં છેલ્લા બે દિવસથી લહેરાતા પાક ઉપર તીડના આક્રમણથી પરેશાન થયેલા ખેડૂતોની મુશ્કેલીથી સરકારને તાત્કાલિક સચેત કરી છે.
સૌરાષ્ટ્રના ખેડૂતોને તીડના સંકટથી બચાવવા જીતુ વાઘાણીની રાજ્ય સરકારને રજૂઆત

બ્રીજેશ દોશી, અમદાવાદ: સૌરાષ્ટ્રના 5 જિલ્લાઓમાં પાક ઉપર તીડના આક્રમણથી પરેશાન થયેલા ખેડૂતોને મદદ મળે તે માટે ભાજપ પ્રમુખે રજુઆત કરી છે. ખેડૂતોની મુશ્કેલી સમયે ભાજપ પ્રમુખ જીતુ વાઘાણીએ મુખ્યમંત્રી રૂપાણી અને કૃષિમંત્રી આર સી ફળદુને રજૂઆત કરી છે. ખેડૂતોને જરૂરી તમામ સહાય સત્વરે મળી રહે તે સુનિશ્ચિત કરવા અંગે ભાજપ પ્રમુખે રજુઆત કરી છે. જીતુ વાઘાણીએ સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, બોટાદ, મોરબી, સુરેન્દ્રનગર સહિતના જિલ્લાઓમાં છેલ્લા બે દિવસથી લહેરાતા પાક ઉપર તીડના આક્રમણથી પરેશાન થયેલા ખેડૂતોની મુશ્કેલીથી સરકારને તાત્કાલિક સચેત કરી છે.

કોરોના સંકટમાં ખેડૂતો પરેશાન છે જ ત્યારે હવે તીડ પણ ખેડુતો માટે મુશ્કેલી ઉભી કરી રહ્યા છે આવી ગંભીર સ્થિતિમાં સરકાર તેમની પડખે ઉભી રહે તે જરૂરી હોવાથી સ્થાનિક ધારાસભ્ય અને ભાજપ પ્રમુખ જીતુ વાઘાણીએ મુખ્યમંત્રી અને કૃષિમંત્રીને આ ગંભીર પરિસ્થિતીમાં ખેડૂતોને રાજ્ય સરકાર તરફથી જરૂરી દવાઓનો પુરવઠો, કૃષિ વિભાગના નિષ્ણાતોની ટીમ સહિતની જરૂરી તમામ સહાય સત્વરે મળી રહે તે સુનિશ્ચિત કરવા અંગે રજુઆત કરી હતી.

સરકારે સબંધિત વિભાગના ઉચ્ચ અધિકારીઓને તીડ પ્રભાવિત વિસ્તારમાં તાત્કાલિક ધોરણે જરૂરી તમામ પગલાં લેવા માટે સૂચન કર્યું હતું.આ ઉપરાંત જીતુ વાઘાણીએ ઘટના અંગેની ઝીણવટભરી માહિતી પ્રાપ્ત કરી પ્રભાવિત જિલ્લાઓના કલેક્ટરઓ સાથે પણ પરામર્શ કરીને ત્વરિત પગલાં લેવા રજુઆત કરી હતી જેથી સ્થાનિક વહીવટી તંત્રએ પણ ખેડૂતોની સમસ્યા ઉકેલવા ત્વરિત તાજવીજ હાથ ધરી હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news