વિપક્ષી દળોની બેઠકમાં સોનિયા ગાંધીનું નિવેદન આર્થિક પેકેજ દેશનાં નાગરિકો સાથે ક્રૂર મજાક સમાન

દેશમાં કોરોના વાયરસ અને ચક્રવાતી તોફાન અમ્ફાન સંકટ વચ્ચે શુક્રવારે વિપક્ષી દળોની બેઠક યોજાઇ. વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા યોજાયેલી બેઠકમાં કેન્દ્ર સરકાર તરફથી અમ્ફાનને આપદા જાહેર કરવાની માંગ કરવામાં આવી. બીજી તરફ સોનિયા ગાંધીએ બેઠક શરૂઆત કરતાની સાથે જ કોરોના સંકટ મુદ્દે મોદી સરકાર પર નિશાન સાધ્યું. 
વિપક્ષી દળોની બેઠકમાં સોનિયા ગાંધીનું નિવેદન આર્થિક પેકેજ દેશનાં નાગરિકો સાથે ક્રૂર મજાક સમાન

નવી દિલ્હી : દેશમાં કોરોના વાયરસ અને ચક્રવાતી તોફાન અમ્ફાન સંકટ વચ્ચે શુક્રવારે વિપક્ષી દળોની બેઠક યોજાઇ. વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા યોજાયેલી બેઠકમાં કેન્દ્ર સરકાર તરફથી અમ્ફાનને આપદા જાહેર કરવાની માંગ કરવામાં આવી. બીજી તરફ સોનિયા ગાંધીએ બેઠક શરૂઆત કરતાની સાથે જ કોરોના સંકટ મુદ્દે મોદી સરકાર પર નિશાન સાધ્યું. 

વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા યોજાયેલી બેઠકમાં સોનિયા ગાંધીએ કહ્યું કે, અર્થવ્યવસ્થાને ગંભીર ઝટકો લાગ્યો છે. પ્રતિષ્ઠિત અર્થશાસ્ત્રીઓ મોટા પ્રમાણમાં આર્થિક પ્રોત્સાહન આપવાની તત્કાલ જરૂર હોવાનું જણાવી રહ્યા છે. વડાપ્રધાન મોદીએ 12 મેના રોજ 20 લાખ કરોડ રૂપિયાનાં આર્થિક પેકેજની જાહેર કરી અને પછીનાણામંત્રી બીજા 5 દિવસ સુધી તેની માહિતી આપતા રહ્યા. આ દેશ સાથે એક ક્રુર મજાક છે. 

બેઠકમાં સોનિયા ગાંધી સરકાર પર નિશાન સાધ્યું. તેમણે કહ્યું કે, કોરોના 21 દિવસમાં ખતમ કરવાની પીએમનો દાવો ધરાશાયી થયો.  સરકાર પાસે લોકડાઉન મુદ્દે કોઇ પ્લાન નહોતો.  સરકાર પાસે કોરોના સંકટથી બહાર કાઢવાની કોઇ જ નીતિ નહોતી. સતત લોકડાઉનનો કોઇ ફાયદો નથી થયો. પરિણામ ખરાબ જ દેખાયા. કોરોના ટેસ્ટ અને પીપીઇ કિટનાં મોર્ચા પર પણ સરકાર નિષ્ફળ રહી. અર્થવ્યવસ્થા ગંભીર રીતે પ્રભાવિત થઇ, લોકડાઉનનાં નામે ક્રુર મજાક થઇ। તમામ શક્તિ પીએમઓ પાસે છે. તે કર્મચારીઓ અને કંપનીઓનાં હિતોની સુરક્ષા કરે. 

સોનિયા ગાંધીએ કહ્યું કે, કોરોના સંકટ મુદ્દે વડાપ્રધાન મોદીએ શરૂઆતમાં આશા વ્યક્ત કરી હતી કે, તેના પર આગામી 21 દિવસમાં કાબુ મેળવી લેવાશે. જ્યારે ધારણા ખોટી સાબિત થઇ. તેમણે કહ્યું કે, સરકારે ન માત્ર લોકાડઉનનાં માપદંડો મુદ્દે અનિશ્ચિત હતી પરંતુ તેની પાસે રોગમાંથી બહાર નિકળવાની કોઇ રણનીતિ પણ નહોતી. આ ક્રમીક લોકડાઉનનું કોઇ જ પરિણામ જોવા ન મળ્યું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news