સુસાઈડ નોટ કરશે ખુલાસો! બેંક મેનેજર આપઘાત કેસમાં નવો જ વળાંક! શું કામના ભારણથી જિંદગી ટૂંકાવી?

પોલીસે જણાવ્યું હતું કે તેમની દિકરી અને પત્નીને પેન્શનનો લાભ મળે તેવો પણ ઉલ્લેખ તેઓએ કરેલ છે.. પોલીસ પ્રતિક્રિયામા જણાવાયું હતું કે હાલ આ મામલે ઝીનવટપૂર્વકની તપાસ ચાલી રહી છે અને જે કોઈ કસૂરવાર સાબિત થશે તેમના વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

સુસાઈડ નોટ કરશે ખુલાસો! બેંક મેનેજર આપઘાત કેસમાં નવો જ વળાંક! શું કામના ભારણથી જિંદગી ટૂંકાવી?

અશોક બારોટ/જૂનાગઢ: ગત 2 ફેબ્રુઆરીના રોજ જૂનાગઢના ઝાંઝરડા ચોકડી નજીક આવેલ યુનિયન બેન્કના મેનેજરે ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કર્યાનો મામલો પ્રકાશમાં આવ્યો હતો..જે અંતર્ગત તેમની સુસાઇડ નોટ આજે વાઇરલ થઇ હતી..સુસાઇડ નોટમાં ઓફિસ પોલિટિક્સનો તેમણે ઉલ્લેખ કર્યાનું બહાર આવ્યું છે. ઉપરાંત તેમના મેનેજરના ચાર્જ સિવાય અન્ય બે વધારાના ચાર્જ સૌપાયા હોવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

આ મામલે પોલીસ દ્વારા પ્રતિક્રિયા અપાઈ હતી કે સુસાઇડ નોટના આધારે હાલ તપાસ ચાલી રહી છે. પોલીસે જણાવ્યું હતું કે તેમની દિકરી અને પત્નીને પેન્શનનો લાભ મળે તેવો પણ ઉલ્લેખ તેઓએ કરેલ છે.. પોલીસ પ્રતિક્રિયામા જણાવાયું હતું કે હાલ આ મામલે ઝીનવટપૂર્વકની તપાસ ચાલી રહી છે અને જે કોઈ કસૂરવાર સાબિત થશે તેમના વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

મહત્વનું છે કે ગત 2 ફેબ્રુઆરીના રોજ યુનિયન બેન્કના મેનેજરે બેન્ક ખાતે જ ગળે ફાસો ખાઈ આપઘાત કરેલ હતો,, જેના CCTV ફૂટેજ પણ બહાર આવેલ હતા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news