ગુજરાતમાં નવા શૈક્ષણિક સત્રથી ખાનગી સ્કૂલોમાં શું ફરી ફી વધશે? ભુપેન્દ્ર પટેલને 9 મુદ્દા સાથેનો પત્ર લખાયો

જૂન મહિનાથી નવું શૈક્ષણિક સત્ર શરૂ થઈ તે પહેલાં જ ખાનગી સ્કૂલોએ ફિનો મુદ્દો ઉઠાવ્યો છે. ગુજરાતની ખાનગી સ્કૂલોમાં ફિક્સ ફી વધારો કરવાની માંગ સરકાર પાસે કરવામાં આવી છે. ગુજરાત રાજ્ય સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળ દ્વારા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને 9 મુદ્દા સાથેનો પત્ર પાઠવવામાં આવ્યો છે.

ગુજરાતમાં નવા શૈક્ષણિક સત્રથી ખાનગી સ્કૂલોમાં શું ફરી ફી વધશે? ભુપેન્દ્ર પટેલને 9 મુદ્દા સાથેનો પત્ર લખાયો

ગૌરવ દવે/રાજકોટ: રાજકોટ સહિત રાજ્યભરમાં ખાનગી સ્કૂલોના ફીનો મુદ્દો ફરી ઉઠ્યો છે. ગુજરાત સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળ દ્વારા રાજ્ય સરકારને પત્ર લખીને ઉત્તરપ્રદેશની જેમ ગુજરાતમાં પણ ફીનું માળખું ફિક્સ કરવાની માંગ કરવામાં આવી છે. સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળનું કહેવું છે કે, જે સ્કૂલો 10 હજાર કરતા વધુ ફી વધારો માંગે છે તેને જ FRC સમક્ષ જવા માટેનો નિયમ બનાવવામાં આવે. જે સ્કૂલો 5 થી 7 ટકા ફી વધારો કરે છે તેમના માટે સરકાર જ નક્કી કરે. તો બીજી તરફ કોંગ્રેસે કહ્યું, સ્કૂલ સંચાલકોને ફિમાં ખટાવવા માટે જ સરકારે FRCનો કાયદો બનાવ્યો છે જેને કારણે વાલીઓનો અવાજ દબાવી દેવામાં આવ્યો છે જેથી FRC જ રદ્દ કરવી જોઈએ તેવી માંગ કરી છે

  • FRC સામે ફરી ખાનગી સ્કૂલો મેદાને..
  • ફિક્સ ફી વધારો આપવા સરકારને પત્ર લખી કરી માંગ..
  • વાલીઓને લૂંટવા માટે FRC - કોંગ્રેસ

જૂન મહિનાથી નવું શૈક્ષણિક સત્ર શરૂ થઈ તે પહેલાં જ ખાનગી સ્કૂલોએ ફિનો મુદ્દો ઉઠાવ્યો છે. ગુજરાતની ખાનગી સ્કૂલોમાં ફિક્સ ફી વધારો કરવાની માંગ સરકાર પાસે કરવામાં આવી છે. ગુજરાત રાજ્ય સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળ દ્વારા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને 9 મુદ્દા સાથેનો પત્ર પાઠવવામાં આવ્યો છે. જેમાં ખાનગી સ્કૂલોનું ફિનું માળખું ઉત્તર પ્રદેશ સરકાર જેવું કરવાની માંગ કરી છે. રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ ડી. વી. મહેતાએ કહ્યું હતું કે, ગુજરાત સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળ દ્વારા રાજ્ય સરકારને પત્ર લખી ફિક્સ ફી વધારો કરવાની માંગ કરી છે. 

વિકસિત રાષ્ટ્રમાં ફુગાવો વધે તે સ્વભાવિક વાત છે. તેની સાથે 5 થી 7 ટકા ફી તથા ફુગાવો આપવાની માંગ કરી છે. FRC કમિટી પાસે કામનું ભારણ વધુ રહે છે તેને કારણે ફિનું માળખું મોડું જાહેર થાય છે. મોડું જાહેર થવાને કારણે સ્કૂલો અને વાલીઓ વચ્ચે ઘર્ષણ થાય છે. જે સ્કૂલ 10,000 કરતા વધુ ફી વધારો માંગે છે તેવી સ્કૂલોને FRC સમક્ષ જવા માટેનો નિયમ બનાવવામાં આવે. જ્યારે 5 થી 7 ટકા સુધીનો ફી વધારો માંગે છે તેવી સ્કૂલો માટે સરકાર જ ફિક્સ ફી નક્કી કરે તેવી માંગ કરી છે. રાજ્યમાં અંદાજીત 2500 સ્કૂલો એવી છે કે, જેનું સરકારે નક્કી કરેલા ફીના માળખા કરતા વધુ ફી છે. 

FRC મુદ્દે હવે કોંગ્રેસ પણ મેદાને આવી છે અને સરકાર પર ગંભીર આરોપ લગાવ્યા છે. સૌરાષ્ટ્ર કોંગ્રેસના પ્રવક્તા રોહિતસિંહ રાજપુતે કહ્યું હતું કે, 2017માં ફી નિર્ધારણ કમિટીની સરકારે જાહેરાત કરી ત્યારે એવું લાગતું હતું કે, વાલીઓને નિયત કરેલી જ ફી ભરવાની રહેશે. જોકે ત્યાર પછી FRC દ્વારા દર વર્ષે ખાનગી સ્કૂલોને મોટા મોટા ફી વધારા કરવાની મંજૂરીઓ આપવામાં આવી. વાલીઓ વિરોધ કરવા જાય તો પણ FRC દ્વારા નક્કી કરેલી ફી નો લેટર બતાવી દેવામાં આવે છે. જેને કારણે 4 થી 5 વર્ષ થી વાલીઓનો પણ આવાજ દબાવી દેવામાં આવ્યો છે. 

એટલું જ નહીં ફી વધારો કરવા ખાનગી સ્કૂલો FRC કમિટીને 5-5 લાખ રૂપિયા આપવા પડે છે તેવો ગંભીર આરોપ લગાવ્યો હતો. તો બીજી તરફ વાલી મંડળનું કહેવું છે કે, સરકાર કોઈ પણ નિર્ણય કરે તે પહેલાં વાલીઓ સાથે ચર્ચા કરવી જોઈએ. FRC બનાવવામાં આવી છતાં પણ ફિ વધારાનો મુદ્દો પૂર્ણ જ થતો નથી. ખાનગી સ્કૂલો દ્વારા ફી વધારો માંગવામાં આવે અને FRC કમિટી ફી વધારો મંજુર પણ કરી આપે છે.

ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા ખાનગી સ્કૂલોના ફી ને લઈને માળખું તૈયાર કરવામાં આવેલું છે. જેમાં દરવર્ષે 7 ટકા ફિક્સ ફી વધારો અને ફુગાવાની જે ટકાવારી હોઈ તે મુજબ ફી વધારવાની મંજૂરી. જે સ્કૂલ 7ટકા કરતા વધુ ફી વધારવા માંગતી હોઈ તો તેને FRC સમક્ષ જવાનું રહેતું હોય છે. આ રીતે ગુજરાતમાં પણ તાત્કાલિક અસર થી ફીનું માળખું જાહેર કરવાની માંગ ઉઠી છે. જોકે હવે સરકાર આ રજુઆતને લઈને શું નિર્ણય કરે છે તે પણ જોવું રહ્યું.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news